વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ, જામનગર અને મોરબીનો ત્રિકોણનું મીની જાપાનનુુંં સપનું હકીકત બન્યાનું જણાવી જામનગરમાં નવી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બનવાની જાહેરાત કરી હતી. જયારે સમીટમાં ઉપસ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જામનગરમાં વિશ્ર્વસ્તરીય હોસ્પિટલ અને ભારતનું સૌથી મોટું એઆઇ સેન્ટર બનાવાની જાહેરાત કરી હતી. તદઉપરાંત તેમણે જામનગર હવે હાઇડ્રોકાર્બનને બદલે ગ્રીન એર્નજીનું મોટું નિકાસકાર બનશે અને રિલાયન્સ આગામી ૫ વર્ષમાં ગુજરાતમાં રૂ.૭ લાખ કરોડનું રોકાણ કરશે તેમ પણ ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કર્યા બાદ જણાવ્યું હતું કે, ભારતમાં રોકાણકારો માટે આ જ સમય છે, સાચો સમય છેે અને જેનું વાઇબ્રન્ટ સમિટ ઉત્તમ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું હતું કે, ભારત દેશ પથવિકસિત ભારત બનવા તરફ હરણફાળ ગતિએ આગળ ધપી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણકારો રોકાણ કરવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. એક સમયે મે મોરબી, જામનગર અને રાજકોટના ત્રિકોણને મિની જાપાનથ બનાવવાનું સપનું જોયું હતું, તે આજે હકીકત બની રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ આજે ગ્રીન ગ્રોથ અને એનર્જી્ સિક્યોરિટીનું પણ હબ બની રહ્યા છે. કચ્છ અને જામનગર ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનના મોટા કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને ે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાવરકુંડલા (અમરેલી), ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ સાત જિલ્લામાં ૩૫૪૦ એકરમાં નિર્માણ પામનારા ૧૩ નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાત માટે પાંચ મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ગુજરાતની ઓળખ છે અને ગુજરાત એ રિલાયન્સનું હૃદય છે. રિલાયન્સ અત્યાર સુધી ગુજરાતમાં સૌથી મોટું રોકાણકાર રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ રૂ.૩.૫ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જેને આગામી પાંચ વર્ષમાં બમણું કરીને રૂ. ૭ લાખ કરોડ કરવામાં આવશે. જામનગરમાં વિશ્ર્વનું સૌથી મોટું સંકલિત ગ્રીન એનર્જી્ ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં સોલર, ગ્રીન હાઇડ્રોજન અને સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ જેવા ઉદ્યોગોનો સમાવેશ થશે. જામનગર હવે હાઇડ્રોકાર્બનને બદલે ગ્રીન એર્નજીનું મોટું નિકાસકાર બનશે. કચ્છમાં મલ્ટી-ગીગાવોટ ક્ષમતા ધરાવતો સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે, જે ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્વનું યોગદાન આપશે. જામનગરમાં ભારતનું સૌથી મોટું -રેડી ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે.
જિયો દ્વારા એક ખાસ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરાશે, જેનો પ્રારંભ ગુજરાતથી થશે, જેથી સામાન્ય નાગરિક પોતાની ભાષામાં સેવાનો ઉપયોગ કરી શકે. પ્રધાનમંત્રીના ૨૦૩૬માં અમદાવાદમાં ઓલિમ્પિક લાવવાના વિઝનને ટેકો આપવા રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાત સરકાર સાથે જોડાશે. નારણપુરા ખાતેના વીર સાવરકર મલ્ટી-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન રિલાયન્સ સંભાળશે. સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વસ્તરીય હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે અને શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવશે. તેમણેે જણાવ્યું હતું કે, ભારત આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્ર્વની એક મોટી શક્તિ બની રહ્યું છે અને આ ભારતનો નિર્ણાયક દાયકો છે. તેમણે ગ્રીન એનર્જી્, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રમતગમત ક્ષેત્રે મોટા સાહસો દ્વારા ગુજરાતને વૈશ્વિક ફલક પર લઈ જવાની નેમ વ્યકત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application