ગોંડલમાં શીતળા સાતમ ના દિવસે શીતળા માતાના મંદિરે ભક્તિભાવથી પૂજા કરી
ગોંડલમાં શીતળા સાતમ ના દિવસે શીતળા માતાના મંદિરે ભક્તિભાવથી પૂજા કરી
August 19, 2026 10:38 AM
ગોંડલ કોલેજચોક ખાતે આવેલ સર ભગવતસિંહજી ગાર્ડનમાં આવેલ અને મહારાજા ભગવતસિંહજી વખતના પૌરાણિક શીતળા માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં આજરોજ શીતળા સાતમ ના દિવસે બહેનો દ્વારા વહેલી સવારથી શીતળા માતાજીની આરાધના - પૂજા ખુબજ ભક્તિભાવથી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં બહેનોની લાંબી લાઈનો લાગી ગોંડલ શહેરમાં આજે શીતળા સાતમ નિમિતે શીતળા માતાજીના મંદિરે બહોળી સંખ્યામાં બહેનો દ્વારા માતાજીની પૂજા કરવામાં આવી હતી.બહેનોની વહેલી સવારથી જ મંદિર પરિસરમાં અંદાજે એક કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી. આજે શીતળા સાતમના દિવસે મહિલાઓ દ્વારા માતાજીને કુલેર, દહીં, દૂધ, અનાજ, શ્રીફળ સહિતની પ્રસાદી ધરવામાં આવે છે. બહેનો માતાજી પાસે બાળકો માટે લાબું આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. મંદિર ખાતે મહંત કેતનબાપુ બંસીદાસ દુધરેજીયા પરિવાર છેલ્લા 58 વર્ષથી માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે બહેનો આગલી સાંજે ટાઢું રાંધે છે.આજે શીતળા સાતમ નિમિતે મહિલાઓ દ્વારા આગલી સાંજે ટાઢું રાંધી બીજે દિવસે થેપલા - પુરી - ઢેબરાં સહીત ના રાંધણ કરી બીજે દિવસે એકટાણું કરી આરોગતા હોઈ છે. આજની આ શીતળા સાતમનું અનેરું મહત્વ ધરાવે છે. અને ખુબજ ભક્તિભાવ સાથે શ્રદ્ધા થી પૂજા અર્ચના કરવામાં આવે છે.