ચોરી પે સીના જોરી: ઉપલેટામાં રોંગ સાઇડમાં આવેલા કારચાલકે કોલેજીયનને ફડાકા માર્યા

  • June 17, 2025 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉપલેટામાં રોંગ સાઇડમાં ધસી આવેલા શખસે વિદ્યાર્થીને તારો બાપનો રોડ નથી તે કહી ફડાકા મારી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.



ઉપલેટાના યોગી પાર્ક પોલીસ લાઈન સામે રહેતા અને રાજકોટની મીરામ્બિકા કોલેજમાં અભ્યાસ કરનાર પૃથ્વીરાજભાઈ ભુપતભાઈ માકડે(ઉ.વ ૨૨) દ્વારા ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોહસીન દિલાવર હિંગોરાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ બેન્કનુ કામ હોય તે બાઇક લઈ ઘરેથી ઉપલેટા નવાપરા ચોક ખાતે આવેલ આર.ડી.સી. બેન્ક ખાતે જતો હતો. આશરે સાડા અગીયાર વાગ્યે તે સરકારી હોસ્પીટલવાળા રોડ પર પારસ લેધર નામની દુકાન પાસે પહોંચતા સામેથી એક બ્લુ કલરની સ્વીફ્ટ ફોર વ્હીલ મારી સામે આવતી હતી અને ચાલક યુવાન સામે જોતો જોતો ત્યાથી નીકળી ગયેલ હતો. યુવાને પાછળ ફરી જોતા તેણે કાર સાઇડમા ઉભી રાખી અને યુવાનને ઉભા રહેવાનો ઈશારો કર્યો હતો જેથી યુવાને બાઇક સાઈડમાં ઉભુ રાખી દીધેલ હતું.


બાદમાં કારચાલક યુવાન ગાળો આપી કહેવા લાગ્યો હતો કે, તારા બાપનો રોડ છે? આથી યુવાને કહ્યું હતું કે, વાંક તમારો છે, તમે રોંગ સાઇડમા આવતા હતા. જેથી તે ઉશ્કેરાય ગયેલ અને મને કહેવા લાગેલ કે, તુ કોન મને મારો વાંક બતાવવાવાળો છો કહી ગાળો આપવા લાગેલ હતો અને મને માથાના તથા ગાલના ભાગે ચાર પાંચ થપ્પડ મારી દીધેલ હતા. દરમિયાન આજુબાજુમાથી લોકો ભેગા થઇ ગયેલ અને યુવાનને વધુ મારમાથી બચાવ્યો હતો. આ શખસે આજે તો આ બધાએ તને બચાવી લીધો, હવે ક્યારેય ભેગો થયો તો જાનથી મારી નાખીશ, મારૂ નામ મોહશીન દિલાવરભાઈ હીંગોરા છે, તારે જે કરવું હોય તે કરજે, હુ કોઇથી બીતો નથી કહી ધમકી આપી જતો રહેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News