શહેરના યાજ્ઞીક રોડ બ્લેક બેરીના શો-રૂમની સામે પાર્ક કરેલ કારમાં કાર અથડાવી રાજનગરના શખસે કોઠારીયા કોલોનીમાં રહેતાં યુવાન અને તેના પરિવાર સાથે મારામારી કરી હતી.પાંચ વર્ષની બાળકીને પણ ધક્કો મારી પછાડી દીધી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. પીધેલી હાલતમાં આરોપીએ ભાન ભૂલીને પોલીસ સાથે પણ ઝપાઝપી કયર્નિી ચર્ચા ચાલી છે. નજીકના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવે તો પોલીસ સાથે બેહૂદુ વર્તન કયર્નિો મામલો પણ બહાર આવી શકે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા કોલોની ક્વાર્ટર નં.295 વિમાના દવાખાનાની સામે રહેતાં કાર્તીકભાઈ ભુપતભાઈ રાઠોડ (ઉ.વ.28) એ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે કાર નં. જીજે-03-એમઆર-9280 ના ચાલક અભિષેક ચંદુ ઠૂમર (રહે. રાજનગર શેરી નં.2, નાનામવા રોડ) નું નામ આપ્યું છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કલરકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઈરાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ તે પરીવાર સાથે કાર નં. જીજે.03.એલએમ.0230 લઈ રેષકોર્ષથી બેસીને યાજ્ઞીક રોડ બ્લેક બેરીના શો-રૂમની સામે આવેલ રાજમંત્ર કોલ્ડ્રીંક્સ નામની દુકાને ગયા હતા અને ત્યા દુકાન પાસે ગાડી પાર્ક કરી પરીવાર સાથે ત્યાં દુકાન પાસે ઉભા હતા. ત્યારે એક કિઆ કારનો ચાલક તેમની કાર રીવર્સમાં લેતો હોય ત્યારે ફરિયાદીની કારની આગળની બાજુ તેની કાર અથડાતા આગળના ભાગે બમ્પરમાં નુકશાન થયું હતું.
જેથી તેઓએ આરોપીની કાર પાસે જઈ તેમને કાર જોઈને ચલાવતા જાવ મારી કારમાં અથડાતા નુક્શાન થયેલ છે, તેમ કહેતા કારચાલક કારમાંથી નીચે ઉતરી તેમની પાસે આવી તું કોને કહે છે, તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. દરમિયાન તેમની માતા ઉષાબેન અને પિતા ભુપતભાઈ છોડાવવા વચ્ચે આવતા કાર ચાલકે તેમની માતાને પણ ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી તેઓએ 100 નંબરમાં ફોન કરતા આરોપી ભાગવા જતો હતો ત્યારે ફરિયાદીની પાંચ વર્ષની પુત્રીને પણ ધક્કો મારી પછાડી દિધી હતી અને તેને રોકવાનો પ્રયાસ કરતાં તેમને કહેલ કે, હવે ગમે ત્યાં દેખાઇશ તો તને જાનથી મારી નાંખીશ તેમ ધમકી આપી ભાગવા જતા પોલીસની ગાડી આવી જતા કારના ચાલકને અટકાવી તેનું નામ પૂછતાં અભીષેક ચંદુભાઈ ઠુંમ્મર (ઉ.વ.32) હોવાનુ જણાવતાં તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
બનાવ અંગેની યુવાનની પરથી એ. ડિવિઝન પોલીસે કારનો અકસ્માત સજીર્ મારામારી કરનાર કારચાલકની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ સ્થળે ઘટનાને નજરે જોનારા કેટલાક વ્યક્તિઓના કહેવા મુજબ કાર અથડાઈ ત્યારે બન્ને ચાલક વચ્ચે તુ..તુ..મે..મે.. ચાલી રહી હતી. હાથાપાઈ કરી રહેલા વ્યક્તિઓને સમજાવવાનો પ્રયાસ થતો હતો. આ ઝઘડા સમયે જ ત્યાંથી પોલીસની વેન નિકળી હતી. જેથી પોલીસે માણસો જોઈને વાહન અટકાવ્યું હતું. ઝઘડાના સ્થળે જઈ પૂછપરછ કરતાં કારચાલકે ઉશ્કેરાઈને પોલીસ સાથે પણ માથાકૂટ કરવાનું શ કર્યું હતું. કહેવાય છે કે આ શખ્સે મોબાઈલ ઈન્ચાર્જને ફડાકા પણ મારી લીધા હતા. જોકે આ બાબતે પોલીસે આવું કંઈ ન બન્યાનું કહ્યું હતું. નજરે જોનારાઓએ પોલીસ સાથે હાથચાલકી થયાની અને ઝપાઝ5ી પણ કયર્નિી વાતો કહી હતી. બનાવ સ્થળના સીસીટીવીમાં પણ આ દૃશ્યો કેદ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય એક મોબાઈલ આવતા ઝઘડો કરનાર શખ્સને પોલીસ મથકે લઈ જવાયો હતો ત્યાં પણ આ ઈસમે રાડારાડી કરી હતી તેવું પોલીસ સુત્રોમાં ચચર્ઈિ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech