BREAKING NEWS

જામનગર : સચાણાના ખેડુત યુવાન પર પાઇપથી પ્રહાર : ૩ સામે ફરીયાદ

  • November 29, 2025 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના સચાણાના ખેતીની જમીનના રસ્તા બાબતે વાંધો ચાલતો હોય જે અંગે મામલતદારમાં કેસ કરવામાં આવ્યો હતો જેનો ખાર રાખીને એક ખેડુતને ધુંવાવ પાસે પાઇપ વડે માર મારી ધમકી દેવામાં આવી હતી, આ બનાવ અંગે સચાણાના ૩ શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે. 


જામનગર તાલુકાના સચાણા ગામમાં તળાવફળીમાં રહેતા ખેતીકામ કરતા યાસીન સુમારભાઇ લાખા (ઉ.વ.૪૦) ની ગામમાં ખેતીની જમીન આવેલ હોય અને તેની પાસે આરોપી મામદ ગજીયાની ખેતીની જમીન આવેલી હોય, બંને જણાને ખેતીની જમીનના રસ્તા બાબતે વાંધો ચાલતો હોય, દરમ્યાન ફરીયાદીએ મામલતદાર કચેરીમાં કેસ કર્યો હતો.


જેનો ખાર રાખીને તા. ૨૭ના બપોરના ધુંવાવ ગામ પાસે આરોપીઓએ એક સંપ કરીને મામદે લોખંડના પાઇપ વડે ફરીયાદી યાસીનભાઇ પર હુમલો કરી ઇજા પહોચાડી હતી તેમજ શરીરે મુંઢ માર મારી ધમકી દીધી હતી.
​​​​​​​

યાસીનભાઇ દ્વારા આ બનાવ અંગે પંચ-એમાં મામદ જુમા ગજીયા, તનવીર મામદ ગજીયા, આશિષ અલારખા કકકલ રહે. બધા સચાણાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application