BREAKING NEWS

ખંભાળિયા નજીક કારની ઠોકરે યુવાનનું મૃત્યુ

  • December 27, 2025 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખંભાળિયા - જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર વ્યાસ પરોઠા હાઉસ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જય રહેલા જીજે૦૧-ડબલ્યુડી-૯૯૧૬ નંબરની એક મોટરકારના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા એક મોટરસાયકલને અડફેટે લીધું હતું. જેના કારણે આ મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા રાજુભાઈ અરજણભાઈ મકવાણાને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
​​​​​​​ જ્યારે તેમની સાથે જઈ રહેલા તેમના મિત્ર હસમુખભાઈ અમરદાસ હરીયાણીને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.


આ બનાવ અંગે મૃતકના ભાઈ દિનેશભાઈ રામાભાઈ મકવાણા (ઉ.વ. ૩૦, રહે. જામ કલ્યાણપુર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application