મોરબીમાં એસિડ પી યુવકે આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે, યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા દમ તોડી દીધો હતો. બનાવના પગલે મોરબી પોલીસે કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં પાપાજી ફન વર્લ્ડ પાસે તુલસી પાર્કમાં રહેતા યુવરાજસિંહ ભરતસિંહ ઝાલા (ઉ.વ.43)એ ગઈકાલે બપોરે એસિડ પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે એ પૂર્વે જ મૃત્યુ થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીં સ્ટાફે મોરબી પોલીસને કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવરાજસિંહ ડ્રાઇવીંગ કામ કરતા હતા અને બે ભાઈ બે બહેનમાં મોટા હતા,સંતાનમાં બે પુત્રી છે. ક્યાં કારણોસર આપઘાત કર્યો એ અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.
બીજા બનાવમાં મોરબીમાં જૂની જેલ રોડ પર રહેતા મોતીબેન ધમાભાઈ મકવાણા (ઉ.વ.70)ના વૃધ્ધાએ સાંજે પાંચેક વાગ્યે ઘરે હતા ત્યારે એસિડ પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દમ તોડી હતો. મૃતકને સંતાનમાં એક દીકરો દીકરી છે. પતિ હયાત નથી. વૃધ્ધાને કેટલાક સમયથી મગજની તકલીફ હોય જેના કારણે ગઈકાલે મગજ ભમતા પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું છે. બનાવ અંગે મોરબી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application