એટ્રોસિટીની ફરિયાદ
દ્વારકા તાલુકાના કોરાડા ગામે રહેતા અને રિક્ષા ચાલક તરીકેનું કામ કરતા નરેશભાઈ અરજણભાઈ માંગલીયા ગામના 23 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન સાથે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી કરી અને શિવરાજપુર બીચ વિસ્તારમાં ઇમ્તિયાઝ અને વનરાજભાઈ વાઘેલા નામના બે શખ્સોએ તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.
આટલું જ નહીં, ચાકુ જેવા સાધનથી નરેશ ઉપર હુમલો પણ કરવા ઉપરાંત તેમના કાકાજી સસરા રમેશભાઈ હાથીયાને ઈમ્તિયાઝએ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર ઘટના સંદર્ભે દ્વારકા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ બી.એન.એસ. અને એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી વી.પી. માનસેતા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાડુઆત અંગેની નોંધ પોલીસમાં ન કરાવતા કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામે રહેતા વાલાભાઈ દેરાજભાઈ સઠીયાએ પોતાનું રહેણાંક મકાન બહારના રાજ્ય બહારના લોકોને ભાડેથી રહેવા માટે આપીને આ અંગેની નોંધ સ્થાનિક પોલીસમાં ન કરાવતા તેની સામે પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.