કેવલમ આવાસ યોજના કર્વાટરમાં રહેતા યુવાનને તેની પત્નીના કૌટુંબિક મામાએ મારમારી તેને રીક્ષાની હડફેટે લીધો હતો. આરોપીને પોતાની પત્ની સાથે યુવાનને સંબંધ હોવાની શંકાએ આ હુમલો કર્યો હતો.
પુષ્કરધામ પાસે કેવલમ આવાસ યોજના કર્વાટરમાં રહેતા અને કલકામની મજુરીકામ કરનાર પીન્ટુભાઇ ગોવિંદભાઇ રાઠોડ(ઉ.વ. ૩૭) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાનામોવા જકાતનાકા પાસે રહેતા નરશી કલાભાઇ પરમારનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા વીશાખા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. સંતાનમાં બે દીકરા જેમાં મોટો દીકરો મિતાંશ (ઉં.વ. ૪) તથા નાનો દીકરો માનવ (ઉં.વ. ૮ માસ) નો છે. પત્નીના કૌટુંબિક મામા નરશીભાઈ કલાભાઈ પરમાર નાનામૌવા જકાતનાકા પુલ પાસે રહે છે જેની પત્ની કે જેના ફોઈના મકાનમાં ફરિયાદીના પત્ની લગ્ન પહેલા ભાડે રહેતા હોય જેથી પરિચય થતા યુવાનની પત્ની અને નરશીભાઇની પત્ની બહેનપણી છે. લગ્ન બાદ તેમના ઘરે યુવાન તથા તેની પત્નીનો આવરોજાવરો રહેતો જે બાદથી આ નરશી યુવાન ઉપર તેની પત્ની સાથે મિત્રતા પ્રેમ સંબંધનો સંબંધ હોવાની શંકા કરતો હતો. યુવાને તેને કોઈપણ જાતનો સંબંધ નહીં હોવાનો ચોખવટ કરી હોવા છતાં આ નરશી તેને અવારનવાર ફોન કરી માર મારવાની ધમકી આપતો હતો.
ગઈ તા. ૨૯/૧૦/૨૦૨૫ ના બપોરના યુવાન પુષ્કરધામ મેઈન રોડ ૫૫ સરકારી શાકમાર્કેટ ઝોનથી આગળ વસંત કુંજ બિલ્ડીંગ પાસે ડાબી સાઈડ તરફ મારા ઘરેથી એકલો ચાલીને જતો હોય દરમિયાન પાછળથી પોતાની સીએનજી રીક્ષા લઈ નરશી આવ્યો હતો. તે કહેવા લાગ્યો હતો કે, મારી પત્ની સાથે કેમ સંબંધ રાખસ તેમ કહી ગાળો દઈ મારો કાંઠલો પકડી હવે સંબંધ રાખ્યો તો મને જાનથી મારી નાખવાની ધમકી આપી મારફૂટ કરવા લાગ્યો હતો. બાદમાં યવાન સાથે રીક્ષા સાથે રીક્ષા અથડાવી હતી. દરમિયાન અહીં હાજર બે લોકોએ યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો. બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.