BREAKING NEWS

મારી પત્ની અને દીકરીનું ધ્યાન રાખજો... રાજકોટમાં ઓનલાઇન ગેમિંગમાં યુવક મોટી રકમની સાથે જિંદગી પણ હાર્યો

  • January 17, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓનલાઈન ગેમિંગની લતે અનેક પરિવારના માળા પીંખાયા છે તો કેટલાક યુવાનો આર્થિક દેણા હેઠળ દબાઈ જતા છેલ્લે આપઘાતના અંતિમ માર્ગે જઈ રહ્યા છે. શહેરના સહકાર સોસાયટીમાં રહેતો યુવક ઓનલાઈન ગેમિંગમાં મોટી રકમની સાથે જિંદગી પણ હાર્યો હતો. પિતાએ દેણું ચૂકવી દીધા બાદ પોતાને અફસોસ થતા મારી પત્ની અને દીકરીનું ધ્યાન રાખજો અને કોઈ મારા પરિવારને હેરાનન કરતા તેવી ચીઠી લખી યુવકે અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો 

બનાવની પ્રાપ્ત વિગત મુજબ સહકાર મેઈન રોડ પર શેરી નંબર-6માં રહેતો રેનીશ જ્યંતિભાઈ કોરાટ (ઉ.વ.34)એ સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો રૂમમાં જતા યુવકને લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરતા આસપાસના લોકો સહિતના દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા 108ની ટિમ સ્થળ પર પહોંચી ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થોરાળા પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. યુવક પાસેથી એક ચીઠી મળી હતી જેમાં પરિવારને સંબોધીને લખ્યું હતું કે, મારી પત્ની અને દીકરીનું ધ્યાન રાખજો, હું મદદરૂપ નથી શક્યો પરંતુ બધાને મુશ્કેલીમાં મુક્યા છે, મારા પરિવારને કોઈ હેરાન ન કરતા. ચીઠી પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાકન મૃત્યુથી માસુમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવી દેતા પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application