BREAKING NEWS

જુના ગણેશનગરમાં રહેતા યુવાનનો બીમારીથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત

  • November 05, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલા જુના ગણેશનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાનને ડાયાબિટીસની બીમારી હોય તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા મેઇન રોડ પર જૂના ગણેશનગરમાં રહેતા મુકેશ દેવાભાઈ ખાદા(ઉ.વ 42) નામના યુવાને ગઈકાલે સમી સાંજના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો બનાવની જાણ પરિવારજનોને થતા 108 ની જાણ કરવામાં આવી હતી. 108 ના ઇએમટી અહીં આવી જોઈ તપાસી યુવાન અને મૃત જાહેર કર્યો હતો. બનાવના પગલે આજીડેમ પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે.કુરિયા અહીં આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનને ડાયાબિટીસની બીમારી હોય જેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. યુવાનને સંતાનમાં એક પુત્ર હોવાનું માલુમ પડ્યું છે.


જ્યારે અન્ય એક બનાવમાં ગૌરીદડ ગામે રહેતા કેશવજીભાઈ આંબાભાઈ ગજેરા (ઉ.વ. 63) નામના વૃદ્ધ ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યે આસપાસ અહીં અમિત પાનની દુકાન પાસે હતા. ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં. જે અંગે કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application