મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે રિક્ષાને અકસ્માત નડતાં તેમાં મુસાફર તરીકે બેઠેલા યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. યુવાન કામેથી છૂટીને ઘરે જવા માટે રીક્ષામાં બેઠો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબીમાં ભવાનીનગરમાં રહેતો વિક્રમભાઈ પરષોત્તમભાઈ પાટડિયા (ઉ.૫.૩૬) નામનો યુવાન રાતે અગીયારેક વાગ્યે રીક્ષામાં બેસીને ઘરે જતો હતો ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે આ રીક્ષાને કોઇ વાહનની ટક્કર લાગતાં કે પછી ડ્રાઇવરે કાબુ ગુમાવતાં રીક્ષ પલ્ટી મારી જતાં વિક્રમને ઇજા થતાં મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ વહેલી સવારે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં મોરબી બી ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વિક્રમભાઇ બે બાઈમાં મોટો હતો અને મજૂરીકામ કરતો હતો, તે દરરોજ મહેન્દ્રનગર ચોકડીએ દિશામાં બેસી કામે જતો હતો અને છુટીને પરત ભાડાની રિક્ષામાં ઘરે આવતો હતો. ગત રાતે ઘરે આવતી વખતે બનાવ બન્યો હતો. વિક્રમભાઇના મૃત્યુથી એક દિકરી અને બે દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.