BREAKING NEWS

જામનગર : નાઘેડીમાં દારૂનો નશો કરવાની ટેવ ધરાવતા યુવાનનું બેભાન અવસ્થામાં મૃત્યુ

  • November 10, 2025 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક નાઘેડીમાં સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં રહેતા નાનજીભાઈ મોહનભાઈ જાદવ નામના ૪૫ વર્ષના કોળી યુવાનને છેલ્લા કેટલાક સમયથી દારૂ પીવાની ટેવ હતી, અને વારંવાર ગમે ત્યાં દારૂ નો નશો કરીને સુઈ જતા હતા. જે દરમિયાન ગઈકાલે પોતે સ્વામિનારાયણ ગુરુકુળ નજીક બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. 


જે અંગે મૃતકના મોટાભાઈ ભીખુભાઈ મોહનભાઈ જાદવને જાણ થતાં તેણે પોતાના ભાઈને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.


 જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. દરમ્યાન સિકકા પોલીસની ટુકડી સ્થળ પર દોડી જઇ બનાવ સબંધે વધુ તપાસ હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application