પહેલીવાર મિત્રો સાથે દારૂ ઢીંચ્યા બાદ રમેશ ભાન ભૂલી જતા ઝાડવે ચૂંદડી બાંધી લટકી ગયો, પત્ની જોઈ જતા દેકારો મચાવતા લોકોએ બચાવ્યો

  • June 18, 2025 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મારે નહતો પીવો ને મને પાયો રે.. મધરો દારૂળો મેકે છે... ગુજરાતી ફેમસ ગીતમાં નશાની હાલતમાં એક્ટ્રેસ યુવાન ઝાડ પર ચડી ભાન ભૂલતો જોવા મળે છે આવી જ એક રિયલ ઘટના જસદણ પંથકમાં બની છે. મિત્રો સાથે ના ના કરી દારૂ પીધા બાદ ભાન ભૂલેલો રમેશ ઝાડમાં ચૂંદડી બાંધી લટકી ગયો હતો. ફાંસો આવે પહેલા જ પત્ની જોઈ જતા બચાવી લઇ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.


વાડીમાં ભાગિયું રાખી ખેત મજૂરી કરતો

બનાવની વિગત જોઈએ તો જસદણમાં લાલભાઈની વાડીમાં ભાગિયું રાખી ખેત મજૂરી કરતો મૂળ એમપીનો રમેશ કેન્દુભાઇ દેવકા (ઉ.વ.30)એ સાંજે આઠેક વાગ્યે પગ લડખડાતી હાલતમાં ઘર પાસેના ઝાડમાં ચૂંદડી બાંધી લટકી ગયો હતો. પત્ની બહાર નીકળતા જ પતિને લટકતી હાલતમાં જોઈ દેકારો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને નીચે ઉતારી તાકીદે જસદણ સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામા આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.


બધા દારૂની પોટલી પિતા હતા મને પણ લેવા કહ્યું

હોસ્પિટલના બિછાનેથી યુવકના કહેવા મુજબ ગઈકાલે સાંજે મિત્રો સાથે બેઠો હતો ત્યારે બધા દારૂની પોટલી પિતા હતા મને પણ લેવા કહ્યું પહેલા ના પાડી હતી પછી વધુ મિત્રો કહેવા લાગતા મેં પણ દારૂ પીધો હતો બાદમાં મગજ ભમતા પગલું ભર્યું હતું. વધુ તપાસ જસદણ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application