મુંજકામાં બેકરી સંચાલકે પાડોશમાં રહેતા સોફ્ટવેર ડેવલોપર યુવાનને મારમારી હાથ ભાંગી નાંખ્યો

  • June 17, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મુંજકામાં બેકરી સંચાલકે પાડોશમાં રહેતા સોફ્ટવેર ડેવલોપર યુવાનને ઢીકાપાટુનો મારમારી તેનો હાથ ભાંગી નાખ્યો હતો. બાજુમાં બેકરી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને બેકરી સંચાલક અહીં નજીકમાં જ બીજી એક બેકરી શરૂ કરવાની તૈયારી કરતો હોય જેથી તેને આ બાબતે સમજાવતા તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે યુવાનની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો ધોરણસરની કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મુંજકા ગામમાં આત્મીય હોસ્ટેલ પાછળ રહેતા અને સોફ્ટવેર ડેવલપરનું કામ કરનાર અને ઘરે જ ઓફિસ ધરાવનાર ધવલ નવીનચંદ્ર ચૌહાણ (ઉ.વ 30) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા પ્રશાંત ડાંગરનું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે તે પોતાની ઓફિસે હતો ત્યારે પીજીવીસીએલના મીટરનો ફોટો વોટસએપ કરવાનો હોય જેથી સીડી ઉતરી ઓફિસના મીટર પાસે જતો હતો. દરમિયાન બાજુમાં સ્વીટ ડિલાઇટ નામની બેકરીનો માલિક પ્રશાંત ડાંગર જે છેલ્લા પાંચ વર્ષથી અહીં બેકરી ચલાવતો હોય તેણે કહ્યું હતું કે, તું અહીં શું કરે છે? તેમ કહી બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો હતો. જેથી યુવાને કહ્યું હતું કે, તમે ગાળ શું કામ આપો છો? જેથી આ પ્રશાંતે ઉશ્કેરાય યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો. કાંઠલો પકડી જોરથી છાતીના ભાગે મારતા યુવાન નીચે પડી ગયો હતો. દરમિયાન યુવાનની ઓફિસમાં કામ કરનાર વિવેકભાઈ પાઘડારે વચ્ચે પડી યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જયાં યુવાનને હાથમાં ફ્રેકચર સહિતની ઇજા પહોંચી હોવાનું નિદાન થયું હતું.


યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પ્રશાંત ડાંગર તેમના ઘરની બાજુમાં છેલ્લા પાંચ વર્ષથી બેકરી ચલાવતો હોય બેકરીમાં નવી વસ્તુ બનતી હોય જેના લીધે અહીં આસપાસ રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી છે.પ્રશાંતે યુવાનના ઘર સામે ખુલ્લો પ્લોટ લીધો હોય અને ત્યાં નવી બેકરી શરૂ કરવા માટેની તૈયારી કરી છે. જેથી આ પ્રશાંતને અનેકવાર રેસિડેન્ટ એરિયામાં હવે પછી કોઈ બેકરી ન નાખવા માટે સમજાવ્યું હતું.જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. બનાવા અંગે યુનિવર્સિટી પોલીસે યુવાનની ફરિયાદ પરથી પ્રશાંત ડાંગર સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News