BREAKING NEWS

વિસાવદરના શોભાવડલામાં નાનાભાઈએ ભાઈ–ભાભીની કરી હત્યા

  • November 01, 2025 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૃતદેહ ઘરમાં દાટી દીધા હતા: ખોડિયાર આશ્રમ અંગેના પારિવારિક વિવાદ કારણભૂત: દિવાળી પૂર્વેની દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટનામાં મૃતદેહો દાટી દેવામાં માતાએ મદદગારી કરી: વેવાઈની ફરિયાદના આધારે તપાસ ચાલઆજકાલ પ્રતિનિધિ

જૂનાગઢમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વિસાવદર ના શોભાવડલા ગામે અવારનવાર થતાં ઝઘડા અને ઘર કંકાસનો ખાર રાખી સગીરભાઈએ તેના ભાઈ , ગર્ભવતી ભાભીની બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચાલાક હત્યારાએ કોઈને જાણ ન થાય તે માટે મૃતદેહને ઘરમાં જ ઐંડો ખાડો કરી દાટી દીધા હતા.લોહીવાળા કપડાને સળગાવી દીધા હતા. હત્યાની સગીરે માતાને જાણ કરતા માતાએ પણ લોહીના ડાઘા અને ધાબા સાફ કરી પુરાવાનો નાશ કર્યેા હતો. દ્રશ્યમ ફિલ્મને આંટી દે તેવી ફિલ્મી સ્ટાઇલ અને ક્રાઈમ સિરીઝને પણ ઝાંખી પાડે તેવી થયેલી હત્યાના બનાવ અંગે મૃતક મહિલાના પિતાએ વિસાવદર પોલીસમાં  સગીર અને તેની માતા સામે  ફરિયાદ નોંધાવી છે. બિલખા માણેકવાડા સ્ટેટ હાઇવે પર કાનાવડલા અને શોભાવડલા ગામની વચ્ચે આવેલા ખોડીયાર આશ્રમમાં પરપ્રાંતીય શખ્સ મહતં તરીકે ઘણા સમયથી રહેતો હતો. મહતં અજય ગીરીનું કોરોનાના કારણે અવસાન થયું હતું. મહંતની દીકરીઓના લ થઈ ગયા હતા અને મહંતને શિવમગીરી અને કિશોર એમ બે પુત્ર પણ હતા. પરિવારમાં માતા વિભાબેન ઉર્ફે બીરમા દેવી પણ રહેતા હતા.મહંતના પુત્ર શિવમગીરી દશનામી અને તેના પત્ની કંચનબેન મંદિર આશ્રમમાં સાથે રહેતા હતા. શિવમ ગીરી અને તેના પત્નીને સગીર વયના ભાઈ તથા માતા સાથે વારંવાર ઝઘડા થતા હતા. જેથી  અવારનવાર થતાં ઝઘડા અને ઘર કંકાસનો ખાર રાખી ૧૫ વર્ષના ભાઈએ તા.૧૬ ઓકટોબરના  તેના ભાઈ શિવમગીરી (ઉં. વ.૨૨)અને પાંચ થી છ મહિનાની ગર્ભવતી ભાભી કંચન બેન (ઉં.વ.૧૯)ની લોખંડના પાઇપ સહિતના હથિયારો મારી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ બંનેના મૃતદેહને ઘરમાં જ ઢાળિયામાં પાંચ ફટ ઐંડો ખાડો કરી નિ:વક્ર કરી દાટી દીધા હતા. તેમજ કોઈને ખ્યાલ ના આવે તે માટે લોહી વાળા કપડા સળગાવી દીધા હતા. અને કાંઈ થયું જ નથી તેવી રીતે રહેવા માંડો હતો.
પોલીસની તપાસમાં સગીર ભાઈએ હત્યા કર્યાનું જણાવ્યા બાદ શોભાવડલા ગામે એએસપી રોહિત ડાંગર, વિસાવદર ઇન્ચાર્જ પીઆઈ સોનારા સહિતની પોલીસ ટીમ, પ્રાંત અને મામલતદાર અને એફએસએલ સહિતની ટીમનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સગીરને સાથે રાખી કન્સ્ટ્રકશન પણ કયુ હતું.જેમાં ઘરની જ જમીનમાં ઐંડો ખાડો ખોદતા પરપ્રાંતિય દંપતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ચાલાક હત્યારાએ એક જ ખાડામાં બંનેના મૃતદેહને દાટી દીધાની ફિલ્મી સ્ટાઇલે થયેલી હત્યાને અંજામ આપ્યો હતો.
પોલીસની ઐંડાણપૂર્વકની પૂછપરછમાં મૃતક સગીર સાથે તેની માતા પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. સગીર કિશોર યોગેશગીરી અજય ગીરી દશનામી એ તેની માતા વિભાબેન ઉર્ફે બીરમાદેવી અજય ગીરી દસનામીને ભાઈ ભાભીની હત્યા કર્યા અંગેનું જણાવ્યું હતું. જેથી વિભા બેને ઘરમાં રહેલા લોહીના ધાબા તથા લોખંડના પાઇપ માં રહેલા લોહીના ડાઘા સાફ કરી પુરાવાનો નાશ કર્યેા હતો. જેથી વિસાવદર પોલીસમાં મૃતક મહિલાના પિતા બુલબુલ કુમારસિંઘ હૃદીસિંઘ કુરમી રહે પનસલવા (ડુંમરી) બિહાર એ સગીર કિશોર અજય ગીરી દશનામી તથા વિભાબેન ઉર્ફે બીરમા દેવી અજયગીરી દશનામી સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરી છે. લાશ મળ્યા બાદ પોલીસે દંપતીના મૃતદેહ અને પીએમની કાર્યવાહી હાથ ધરી  હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application