તમારી એક એક હરકત અમારા રડારમાં કાશ્મીરી પંડિતોને મારી નાખવાની ધમકી
તમારી એક એક હરકત અમારા રડારમાં કાશ્મીરી પંડિતોને મારી નાખવાની ધમકી
August 24, 2026 02:51 PM
કાશ્મીરી પંડિતોને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ૧૫ દિવસમાં આ બીજી ધમકી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ નવી ધમકી યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ આતંકવાદી સંગઠન તરફથી છે. તેમાં નામ અને સરનામાં શામેલ છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમે તમારી દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ (જેને યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલ અથવા યુએલસી તરીકે પણ ઓળખવામાં આવે છે તે આતંકવાદી સંગઠન તરફથી એક નવો ધમકીભર્યેા પત્ર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં કાશ્મીરી પંડિત પરિવારોના નામ અને સરનામાં જેવી વ્યકિતગત માહિતી શામેલ છે, જે સમુદાયને ડરાવવાના પ્રયાસો અંગે નવી ચિંતાઓ ઉભી કરે છે. આ ધમકીભર્યેા પત્ર ઓનલાઈન ફરતો થયો છે જેમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ દેખરેખ હેઠળ છે. તે તેમના પર દિલ્હીમાં રાજકીય હિતો માટે કામ કરતા મોટા, દેશદ્રોહી અને વ્હાઇટ કોલર આતંકવાદી હોવાનો આરોપ મૂકે છે. તે જમ્મુ અને કાશ્મીરમાં આરએસએસ સાથે જોડાયેલા એજન્ડાને આગળ ધપાવવાના આરોપીઓને પણ નિશાન બનાવે છે. સ્થિતિ વણસી રહી હોવાની પનુન કાશ્મીર સહિત પંડિત સંગઠનોની ચિંતા પનુન કાશ્મીર સહિત પંડિત સંગઠનોએ આ ધમકીઓને પરિસ્થિતિ બગડતી જવાના ગંભીર સંકેત તરીકે વર્ણવી હતી. તેઓએ આ બાબતની સંપૂર્ણ તપાસ, નામ આપવામાં આવેલા લોકો માટે ધમકીનું મૂલ્યાંકન અને મજબૂત લાંબા ગાળાની સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. નેશનલ કોન્ફરન્સના વડા ડો. ફાક અબ્દુલ્લાએ પણ ધમકીભર્યા પત્રોની તપાસની માંગ કરી હતી. તેમણે પ્રશ્ન કર્યેા હતો કે શા માટે ફકત કાશ્મીરી પંડિતોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, યારે ખીણમાં રહેતા અન્ય હિન્દુઓને નહીં.સુરક્ષા એજન્સીઓ આ સંદેશાઓ અને તેમની પાછળના લોકોની ઓળખની તપાસ કરી રહી છે. ઘણા સામાજિક મીડિયા ચેનલો પણ બ્લોક કરી દેવામાં આવી છે. ધમકીભર્યા પત્રોના મૂળ અંગે કોઈ સત્તાવાર પુષ્ટ્રિ મળી નથી. એજન્સીના સૂત્રો કહે છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ પત્રોની સત્યતા અને તેમની પાછળના લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.યુએલસી પહેલી વાર જુલાઈમાં ચર્ચામાં આવ્યું યારે તેણે હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાનીની મૃત્યુદડં પર એક પોસ્ટર બહાર પાડુ.ં નવીનતમ ધમકીઓ એવા સમયે આવી છે યારે કાશ્મીરી પંડિતોની વાપસી અને પુનર્વસન સુનિશ્ચિત કરવાના સરકારી પ્રયાસોએ વેગ પકડો છે