BREAKING NEWS

રાજકોટની ભાગોળે બેડલા ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મોત

  • October 13, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની ભાગોળે આવેલા બેડલા ગામે રહેતો યુવાન ગામ નજીક આવેલા તળાવમાં નાહવા ગયો હતો.દરમિયાન અહીં તળાવમાં ઊંડા પાણીમાં ગરક થઇ જવાથી તેનું મોત થયું હતું. બનાવને લઇ એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, બેડલા ગામ પાસે આવેલા તળાવમાં સાંજના સમયે કોઇ પુરૂષ તળવામાં ડૂબી ગયા અંગેની ગ્રામજનોને જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરના સ્ટાફે અહીં પહોંચી મૃતદેહને બહાર કાઢયો હતો. દરમિયાન પોલીસને જાણ કરી દેવાતા એરપોર્ટ પોલીસ મથકના એએસઆઇ પરેશભાઇ સાંગાણીએ અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો.


પોલીસે જણાવેલી વિગતો મુજબ, તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટનાર યુવાન બેડલા ગામે રહેતો દિપકભાઇ માયાભાઇ બથવાર(ઉ.વ. ૩૫) હોવાનું માલુમ પડયું હતું. યુવાન કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવાન ત્રણ ભાઇ બે બહેનના પરિવારમાં નાનો હતો. યુવાન ગઇકાલે બપોરના સમયે એકલો ઘર નજીક આવેલા તળાવે નાહવા ગયો હતો. ત્યારે અકસ્માતે તળાવમાં ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેનું મોત થયાનું જાણવા મળ્યું છે. બનાવને લઇ યુવાનના પરિવારમાં માતમ છવાય ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application