BREAKING NEWS

જામનગરમાં ગેસ્ટ હાઉસમાં ગળાફાંસો ખાઇ યુવાને જીવાદોરી ટુંકાવી

  • January 15, 2026 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના બેડી ગેઇટ જયશ્રી કોમ્પ્લેક્ષ ખાતે આવેલ જયશ્રી ગેસ્ટ હાઉસ રૂમ નં. ૪૪૨માં ગઇકાલે એક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે અંગેની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને બનાવ સબંધે તપાસ હાથ ધરી છે. જયારે પડાણાના શિવપરા વિસ્તારમાં ઇટોના ભઠ્ઠે કામ કરતા એક શ્રમિકનું બેભાન થઇ જવાથી મૃત્યુ નિપજયાનું જાહેર થયુ છે.


મુળ અજમેરના વતની અને હાલ જામનગરના બેડી ગેઇટ પાસે જય ગેસ્ટ હાઉસ રૂમ નં. ૪૪૨માં રહેતા જતીન જસવંતસિંહ ચંદાવત (ઉ.વ.૨૮) નામના યુવાને કોઇ અગમ્ય કારણસર પોતાની મેળે પંખાના હુંકમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ થયુ હતું, આ અંગે મુળ ઝારખંડના અને હાલ બેડી નાકા પાસે રહેતા બાલગોવિંદ યાદવ દ્વારા સીટી-એ ડીવીઝનમાં જાણ કરવામાં આવતા પોલીસે આ બનાવ અંગે તપાસ આગળ ધપાવી હતી.


બીજા બનાવમાં લાલપુરના પડાણા શિવપરા વિસ્તારમાં રહેતા મુળ કલ્યાણપુરના પટેલકા ગામના વતની દિલીપ કરશનભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) નામના યુવાન ગત તા. ૧૨ના રોજ શિવપરા વિસ્તારમાં આવેલ રાયમલભાઇ રબારીના ઇંટોના ભઠ્ઠએ કામ કરતા હતા દરમ્યાન બેભાન જેવા થઇ જતા તેમને સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યુ હતું, આ અંગે પટેલકા ગામમાં રહેતા ખીમા કરશનભાઇ વાઘેલા દ્વારા પડાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News