જામનગરના પુનિતનગર વિસ્તારમાં બાઇકમાં જઇ રહેલા યુવાનને રોકીને બોલાચાલી કરી છરી વડે હુમલો કરી ઇજાઓ કર્યાની ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના રામેશ્ર્વરનગરમાં આવેલ માતૃઆશિષ સોસાયટીમાં રહેતા વેપાર કરતા યશ રાજેશભાઇ ખાનીયા (ઉ.વ.૧૯) તથા તેના મિત્ર મોટરસાયકલ લઇને ગઇકાલે ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં પુનિતનગર પાસે આરોપીઓએ બાઇક રોકીને બોલાચાલી કરી હતી.
દરમ્યાન અપશબ્દો બોલવાની ફરીયાદીએ ના પાડતા આરોપી રાજવીરસિંહે છરી વડે હુમલો કરી યશને છાતીના ભાગે ઘા ઝીંકી દીધો હતો, દરમ્યાન અન્ય બે શખ્સોએ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી દઇને નાશી ગયા હતા.
આ બનાવ અંગે યશ ખાનીયા દ્વારા સીટી-બી ડીવીઝનમાં જામનગરના રાજવીરસિંહ જીલુભા રાઠોડ, જગદીશસિંહ સુખદેવસિંહ સોઢા તથા કુલદીપસિંહ વનરાજસિંહ રાઠોડ આ ત્રણેયની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.