BREAKING NEWS

જેને ખુબ પ્રેમ કરતો એ પત્ની 13 વર્ષના પુત્રને મૂકી અન્ય સાથે ભાગી જતા યુવકનો આપઘાત

  • February 09, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેની ઉપર અઢળક લાગણી હોય એ વ્યક્તિ કોઈના કોઈ રીતે દુઃખી કરે ત્યારે લાગણીશીલ વ્યક્તિ માનસિક રીતે તૂટી હતો હોય છે, જે પત્નીને અનહદ પ્રેમ કરતો હતો એ 13 વર્ષના પુત્રને મૂકી અન્ય યુવાન સાથે ભાગી જતા ડિવોર્સ આપ્યા બાદ ભાગી પડેલા યુવકે અંતે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં આક્રંદ સર્જાયો છે.

શહેરના કોઠારીયા રોડ પર ભગવતી પાર્ક-1માં અખાડા વાડી શેરીમાં રહેતા રવિભાઈ કિશોરભાઈ પરમાર (ઉ.વ.35)નામના યુવકે ગત બપોરેના સમયે ઘરે એકલા હતા ત્યારે છતના હૂંકમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવાર જામનગર ભાણેજના લગ્નમાં ગયો હતો દરમિયાન પડોશી યુવક ઘરે જતા રવીભાઈને લટકતી હાલતમાં જોતા નીચે ઉતારી લઈ ગામમાં જ રહેતા યુવકના બનેવી સુનિલભાઈને ફોન કરી જાણ કરતા તે દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં જ યુવકને સિવિલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

આપઘાત કરનાર રવિભાઈ ત્રણ બહેનના એકના એક ભાઈ હતા, અને પોતે ચાંદી કામ કરતા હતા. તેના લગ્ન જામનગર સ્થિત આશિકા ઝાખરિયા નામની યુવતી સાથે થયા હતા અને સંતાનમાં 13 વર્ષનો પુત્ર છે, પત્નીને અન્ય પટેલ યુવક સાથે પ્રેમ થઇ જતા તેની સાથે દિવાળીએ ભાગી ગઈ હતી જે બાદ બંનેના ડિવોર્સ થઇ જતા ત્યારથી રવિભાઈ ગુમશુમ રહેતા હતા. પત્નીને ખુબ પ્રેમ કરતા હોવાથી આઘાત સહન ન થતા અંતે પગલું ભરી લીધાનું સ્વજને જણાવ્યું હતું. વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News