BREAKING NEWS

જેતપુરમાં ખીરસરા ગામે ધો.10 પાસ શખસ ડોક્ટર બની આઠ વર્ષથી ક્લિનિક ચલાવતો’તો, રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દબોચી લીધો

  • August 26, 2026 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકાના ખીરસરા ગામે મેડિકલ ડીગ્રી વગર ક્લિનિક ખોલી જનઆરોગ્ય સાથે ચેડા કરનાર ધો. 10 પાસ શખસને રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. બોગસ તબીબ પાસેથી અનુભવ મેળવ્યા બાદ આ શખસ આઠ વર્ષથી અહીં કલિનિક ચલાવતો હતો.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ પી.બી.મિશ્રા ટીમ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એએસઆઇ પરબતભાઇ શામળા, કોન્સ્ટેબલ ચિરાગભાઈ કોઠિવાર, રઘુભાઈ ત્રક્ટાને

એવી બાતમી મળી હતી કે, જેતપુરના ખિરસરા ગામ પાસે જયંતીભાઈ દાનાભાઈની દુકાનમાં નરેશ શાંતી રાણાપરીયા નામનો શખસ પોતે કોઈપણ મેડીકલ ડીગ્રી ધરાવતો ન હોવા છતા ગેરકાયદે રીતે એલોપેથિક કલિનિક ચલાવે છે. જે બાતમીના આધારે ટીમે મેડિકલ ઓફિસરને સાથે રાખી દરોડો પાડ્યો હતો.


દરોડના સ્થળે દુકાન ઉપર નામ વિનાનું બોર્ડ તથા મોબાઇલ નંબરનું બોર્ડ મારેલ હતું. દુકાન અંદર એક શખસ ગળામાં સ્ટેથેસ્કોપ સાથે બેઠેલો જોવા મળ્યો હતો. તેની પુછતાછ કરતા તેણે પોતાનું નામ નરેશ શાંતી રાણાપરીયા (ઉ.વ.૫૦, રહે.મુળ ડોબરીયા વાડી, અમરનગર રોડ, ગૌશાલા વાળી શેરી, જેતપુર) હોવાનું જણાવ્યું હતું. આ શખસ પાસે મેડીકલ પ્રેકટીસને લગતી કોઇ ડીગ્રી ન હોય અને છેલ્લા આઠેક વર્ષથી પોતે આ કલિનિકચલાવતો હોવાનુ જણાવેલ હતું.


પોલીસે કલિનિકમાં તપાસ કરતા કલીનીકમાંથી જુદા-જુદા દર્દો મટાડવાની ટેબ્લેટસ, ઇન્જેકશનો, સીરીજ, નીડલ તથા મેડીકલ પ્રેકટીશને લગતા અન્ય સાધનો તથા દવાઓ મળી આવેલ હતી. પોલીસે કુલ રૂ.૧૬ હજારથી વધુની દવાઓ અને મેડિકલ સાધનો કબ્જે કરી બોગસ તબીબ નરેશ રાણપરિયાની ધરપકડ કરી હતી.


પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ શખસે ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે અને તેને જૂનાગઢના બોગસ તબીબ પાસેથી મેડિકલ સારવારનો અનુભવ મેળવી કલીનીક શરૂ કરી દીધુ હતું. જો કે જૂનાગઢનો બોગસ તબીબ હાલ અવસાન પામ્યો હોવાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application