ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જાહેર કર્યું છે કે દેશભરમાં 50 લાઈફ સેવિંગ દવાઓ નબળી ગુણવત્તાની છે. જેમાં તાવની દવા પેરાસીટામોલનો પણ સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, આવી દવાઓની લાંબી યાદીમાં પેરાસીટામોલ 500 મિલિગ્રામ, કફ્ટિન કફ સિરપ, ક્લોનાઝેપામ ટેબ્લેટ્સ, પેઈનકિલર ડીક્લોનો સમાવેશ થાય છે, આ ઉપરત્ન તેમાં વિટામિન અને કેલ્શિયમની ગોળીઓ પણ સામેલ છે.
વધુમાં, ડ્રગ રેગ્યુલેટરે એ પણ શોધી કાઢ્યું છે કે હેન્ના મહેંદી, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી હેર ડાઈ, કોસ્મેટિક સીરીઝ હેઠળ નિર્ધારિત જોગવાઈઓ અનુસાર હલકી ગુણવત્તાની અને ખોટી બ્રાન્ડની છે. આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે ભારતનું ફાર્માસ્યુટિકલ સેક્ટર તપાસમાં છે, કારણ કે દેશમાં બનેલી કફ સિરપને કારણે વિદેશોમાં ઘણા બાળકોના મોતના અહેવાલો સામે આવ્યા છે.
સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ના ડ્રગ એલર્ટ મુજબ, વાઘોડિયા (ગુજરાત), સોલન (હિમાચલ પ્રદેશ), જયપુર (રાજસ્થાન), હરિદ્વાર (ઉત્તરાખંડ), અંબાલા, ઈન્દોર સહિત અન્ય રાજ્યોમાંથી ડ્રગના નમૂનાઓ રિકવર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech