રાજકોટ અમદાવાદ હાઇવે પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની છે. અહીં માલીયાસણ નજીક ગેસ ભરેલા ટ્રકે બાઇકને અડફેટે લેતા મોરબી રોડ પર રહેતા આધેડનું ઘટનાસ્થળ જ મોત થયું હતું. બનાવને લઈ હાઇવે પર એક તબક્કે ટ્રાફિકજામ સર્જાયો હતો. કુવાડવા રોડ પોલીસે તાકીદે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આધેડ ખેરડી ગામે આવેલી તેમની વાડીએ જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.આ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સવારના સુમારે રાજકોટ અમદાવાદ હાઇવે પર માલીયાસણ નજીક ગેસ ભરેલા ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે અહીં ટ્રાફિકજામ થઇ ગયો હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અક્ષયભાઇ ડાંગર સહિતના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની તપાસમાં અકસ્માતમાં મોતને ભેટનાર બાઇકચાલક રસીકભાઇ માધાભાઇ મોલીયા (ઉં.વ ૫૦ રહે. ડી.કે.સ્કૂલ પાસે જુનુ શાંતીધામ, મોરબી રોડ, રાજકોટ) હોવાનું માલુમ પડયું હતું. આધેડને ખેરડી ગામની સીમમાં વાડી આવેલી હોય આજ રોજ સવારના સમયે તે પોતાની વાડીએ બાઇકને લઇને જતા હતા. દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. આધેડને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાનું અને તેઓ ત્રણ ભાઇ એક બહેનના પરિવારમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે. રસીકભાઇ ખેતીકામની સાથે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તેમના પુત્રની ઓટો પાર્ટસની દુકાન આવેલી હોય ત્યાં બેસી પુત્રને મદદરૂપ થતા હતાં. અકસ્માતના આ બનાવને લઇ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધવા સહિતની જરૂરી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
માલીયાસણ પાસે પખવાડીયા પૂર્વે અકસ્માતમાં છના મોત થયા હતા
રાજકોટ- અમદાવાદ હાઇ-વે પર માલિયાસણ નજીક ગત તા.૨૫ ના મોડી સાંજે ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગર અને રાજકોટના પરિવારના બાળકી સહિત 6 સભ્યના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. પરિવાર નવાગામથી રિક્ષામાં ચોટીલા લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો. ત્યારે માલીયાસણ પાસે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech