BREAKING NEWS

જામનગર: હથિયાર ધારાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

  • June 08, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: હથિયાર ધારાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


જામનગરમાં રણજીતસાગર રોડ સાધના કોલોનીના પહેલા ઢાળીયા પાસેથી એસઓજી દ્વારા હેમતભાઇ માલદેભાઇ કરંગીયા નામના આહીર શખ્સે પોતાના કબજામાં ગેરકાયદેસર પરમીટ કે પરવાના વગર દેશી બનાવટની ૩૨ બોરની પીસ્તોલ મેગેઝીન વાળી કિંમત રૂ.૪૦,૦૦૦ તથા જીવતા કારતૂસ નંગ ૧ સાથે પકડી પાડી તેની સામે આર્મસ એકટની કલમ તથા જીપીએકટની કલમ મુજબ ગુનો નોંધી પોલીસે  ચાર્જશીટ દાખલ કરેલ હતી.

તે કેસ જામનગર એડી. ચીફ. જયુડી. મેજી. વી.એમ.બજાજની અદાલતમાં ચાલી જતા આરોપી હેમતભાઇ માલદેભાઇ કરંગીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે. આરોપી તરફે વકીલ રણમલ એમ. કાંબરીયા, અભિષેક બી. નંદા, રવી કરમુર, હિતેશ ગાગીયા રોકાયા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application