જામનગરમાં વિવિધ બે કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
જામનગરના એ ડીવીઝનના પોલીસ ચોપડે નોંધાયેલ હાલના કિસ્સાની વિગત મુજબ છતીસગઢના દુર્ગ જીલ્લામાં રહેતા રણજીતપાલ જગદેવ ગડરીયાની સગાઇ જામનગરમાં રહેતી યુવતી સાથે થયેલ અને સગાઇ બાદ બંને ફોનમાં વાતચીત કરતા હોય આરોપી રણજીતપાલની પત્નિએ તેમનો ફોન નહી ઉપાડતા તેમના મંગેતરે તેમની પત્નિ તથા સાસુ-સસરા પર ખુબ જ ગુસ્સે થઇ ગાળો આપવા લાગેલ જેથી જામનગરની યુવતીએ તેમના મંગેતર સાથે સગાઇ તોડી નાખેલ જેથી આરોપી મંગેતર વધુ ગુસ્સે થઇ તેણીને તથા તેણીના પરીવારને લગ્ન કરવા માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ તેમ છતાં જામનગરની યુવતી તથા તેણીના માતા-પિતા લગ્ન કરવાની ના પાડતા આરોપી રણજીતપાલ તેમની પત્નિને બદનામ કરવાની કોશીશ કરેલ તેમજ ફોટા સાથે કોલગર્લ તરીકેના લખાણ કરી વાયરલ કરેલ જેથી તેમની પત્નિીએ આરોપી વિરૂઘ્ધ જામનગર સીટી એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ તથા કોર્ટ સમક્ષ આરોપી વિરૂઘ્ધ ચાર્જસીટ ફાઇલ કરેલ, આરોપી વિરૂઘ્ધનો કેસ કોર્ટ સમક્ષ ચાલતા તેના વકિલ દ્વારા રજુઆતો તથા દલીલો કરવામાં આવેલ જે ઘ્યાને લઇ છતીસગઢના પુર્વ હોદેદાર આરોપીને જયુડી. મેજી. એ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.
તેમજ અન્ય કેસમાં જામનગરના પંચકોષી એ ડીવીઝનમાં પોલીસ ફરીયાદ નોંધાયેલી હતી કે જોડીયા જાંબુડા રોડ પર જાંબુડા ગામથી આગળ આરોપી પોતાની અમેઝ કાર રજી.નંબર જીજે-૧૦-ડીએ-૯૯૮૩ લઇને જતા હોય તે દરમ્યાન કાર બેફીકરાઇ અને માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી ફરીયાદીની રીક્ષાને હડફેટે લઇ બનાવ સ્થળે જીવલેણ અકસ્માન નીવડેલ. જે અકસ્માતમાં ફરીયાદી સાહિલ કારાભાઇ કકકલ તથા તેની સાથેના રીક્ષામાં સવાર લોકો સહિત ૪ લોકોને જીવલેણ ઇજાઓ પહોંચેલ અને ફરીયાદીના નાની અને બહેન બંનેનું મોત નીપજેલ હોય ફરીયાદી તથા તેના મામાના દિકરાને પણ ગંભીર ઇજાઓ પહોંચેલ જેથી સાહિલ કકકલે કાર ચાલક વિરૂઘ્ધ પોલીસ ફરીયાદ આઇપીસી તથા એમવીએકટ હેઠળની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંઘાવેલ કાર ચાલક આરોપી સંદિપભાઇ તુલસીભાઇ નકુમ વિરૂઘ્ધ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરવામાં આવેલ આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલ દ્વારા ફરીયાદી તથા ફરીયાદી પક્ષના સરકારી સાહેબો સહિત સાક્ષીઓને કોર્ટમાં જુબાની થતા તમામ સાક્ષીઓ તર્કબઘ્ધ ઉલટ તપાસ કરવામાં આવેલ, તેમજ દલીલો કરવામાં આવેલી તમામ દલીલોને ઘ્યાને લઇ ૮માં એડીચીફ જયુડી. મેજી. મોહિત શર્માએ આરોપીને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ હતો.
આ બંને કેસમાં આરોપીઓ તરફે વકીલ જયન ડી.ગણાત્રા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application