ખંભાળીયા વિસ્તારમાં દુષ્કર્મના બનાવમાં પોલીસે તપાસ કરીને બે આરોપીને પકડી લીધા છે.
રેન્જ આઇજી અશોક યાદવ તથા દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ ગંભીર પ્રકારના ગુનાઓ અંગે સચોટ અને ઉંડાણપુર્વકની તપાસ કરી ગુનાઓ અનડીટેકટ કરવા સુચના આપવામાં આવતા ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં તા. ૧૧-૧૦ના રોજ દુષ્કર્મનો ગુનો દાખલ થયેલ.
આ કામના આરોપી લખન ગોવિંદ કરમુર તથા એક અજાણ્યો ઇસમ બંને આરોપીએ ફરીયાદી સાથે વારા ફરતી દુષ્કર્મ કરી તથા શરીરે સામાન્ય ઇજા કરી આરોપીઓએ જો કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે અનુસંધાને ઇન્ચાર્જ પીઆઇ વી.પી. માનસેતાએ આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા માર્ગદર્શન આપવામાં આવેલ જે મુજબ પીઆઇ બી.જે. સરવૈયા તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ એનાલીસીસ અને હયુમન સોર્સની મદદથી તપાસ કરવામાં આવેલ અને સંકલન કરી બંને આરોપીઓ સીતારામ સોસાયટી, નીતા એપાર્ટમેન્ટની સામે રહેતા લખન ગોવિંદ કરમુર અને જામનગરના ગોપાલ સોસાયટી શેરી નં. ૨માં રહેતા રમેશ અરજણ ચાવડાને પકડી પાડયા હતા.