BREAKING NEWS

ખંભાળીયામાં પેટકોકના જથ્થામાં ભેળસેળના કૌભાંડમાં ૮ આરોપી પકડાયા

  • November 08, 2025 05:21 PM 



નાયરા કંપનીથી જીએચસીએલ કંપની સુત્રાપાડા ખાતે પેટકોકના જથ્થાના પરીવહનમાં ખંભાળીયા જીઆઇડીસીમાં આવેલ સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝમાં ભેળસેળ કરી લાખો રૂપીયાના કોલસા કૌભાંડમાં આઠ આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાએ પકડી પાડી હતી.


ગત તા.૧૯/૦૯/૨૦૨૫ ના રોજ એ.એસ.આઇ. સજુભા જાડેજા, ડાડુભાઇ જોગલ, હેડ કોન્સ. ખીમાભાઇ કરમુર, સહદેવસિંહ જાડેજાનાઓની ટીમને સંયુક્તમાં મળેલ બાતમી હકિકત આધારે ખંભાળીયા કંચનપુર જીએચસીએમાં આવેલ સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ ખાતે જઇ તપાસ કરતા નાયરા કંપનીમાંથી પેટ કોકનો જથ્થો ભરી જીએચસીએલ કંપની સુત્રાપાડા ખાતે પહોંચાડવા માટે સમીર ટ્રાન્સપોર્ટ રાણાવાવ સાથે લેખીત કરાર થયેલ.


જે પૈકીનું ટ્રક નં.જીજે-૧૪-ઝેડ-૯૪૫૫નું પેટ કોકનો જથ્થો ભરેલ ટ્રક તાલપત્રી કાઢેલ જોવામાં આવતા સદર સ્થળે પ્રાથમીક તપાસ હાથ ધરતાં નીચે જણાવેલ આરોપીઓ પૈકી નં.(૧), (૨),(૬), (૭), (૮) નાઓની પુછપરછ દરમ્યાન જણાઇ આવેલ કે કિંમતી પેટકોકના જથ્થામાં નજીવી કિંમતનો હલકી ગુણવતા વાળો લો-ગ્રેડ રફ કોલસાનો જથ્થો આશરે ૬ થી ૭ મેટ્રીક ટન સુધીનો ભેળસેળ કરી તેમને મળતા પરીવહન ભાડા-ભથ્થા ઉપરાંતનો વધારાનો અનુચિત લાભ મેળવવા માટે સદર સ્થળેથી ભેળસેળ કરેલ પેટ કોકનો જથ્થો, ભેળસેળ કરવા માટેનો લો-ગ્રેડ કોલસાનો જથ્થો તેમજ ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતા લોડર, ટ્રક જેવા વાહનો સાથે ભેળસેળનું ષડયંત્ર કરવાની તૈયારી સાથે મળી આવતા નીચે જણાવેલ મુજબના મુદામાલ પૈકીનો નં.(૧) થી (૮) અને (૧૪) મુજબનો કિ.રૂ. ૩૭,૪૬,૧૨૭/- કબ્જે કરી એફ.એસ.એલ. અધિ.ની રૂબરૂમાં પેટ કોક અને રફ કોલસાના પરીક્ષણ કરવા સારૂ અલગ અલગ સેમ્પલો મેળવી આ ષડયંત્રમાં કોની કોની સંડોવણી તેમજ કેટલા વાહનોમાં ભેળસેળ કરેલ જે સબંધે ખંભાળીયા પોલીસ સ્ટેશન જાણવા જોગ નંબર-૮૧/૨૦૨૫ તા.૧૯/૦૯/૨૦૨૫થી નોંધી પ્રાથમીક તપાસ હાથ ધરવામાં આવેલ.


આ ઉપરોક્ત બનાવને ધ્યાને લઇ રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક  અશોકકમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાનાઓએ આવા ભેળસેળ કરનાર આરોપીઓ વિરૂધ્ધ તલસ્પર્શી અને ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી કડક કાયદાકીય કાર્યવાહી કરવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલ નાઓને સુચના કરતા, પો.ઇન્સ.કે.કે.ગોહિલ નાઓની સિધી દેખરેખ હેઠળ પો.સબ ઇન્સ. એસ.એસ.ચૌહાણ નાએ જાણવા જોગની તપાસ હાથ ધરી ટેકનીકલ લેવલે કેમેરાની ફુટેજો, કોલ ડિટેઇલો તેમજ દસ્તાવેજી રેકર્ડનો અભ્યાસ કરી તેમજ એફ.એસ.એલ. પરીક્ષણમાં મુદામાલ મોકલી આ કૌભાંડમાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ પુરાવા એકઠા કરવા તમામ પાસાઓ આવરી લઇ તપાસની તજવીજ હાથ ધરેલ.

​​​​​​​


સદર જાણવા જોગની પ્રાથમીક તપાસ દરમ્યાન જણાઇ આવેલ કે નાયરા કંપનીમાં ઉત્પાદીત થતો આર્ટીફીશયલ બનાવટનો પેટ કોકનો જથ્થો જેના એક મેટ્રીક ટનનો રૂ.૧૪,૨૯૦/- ની કિંમતનો જથ્થો ખરીદ કરનાર કંપની સુત્રાપાડા ખાતે હજારો મેટ્રીક ટન પહોંચાડવા વાર્ષીક લેખીત કરાર કરેલ જે સબંધે ટ્રકો દ્વારા પરીવહન કરવા માટે કંપની સુત્રાપાડા દ્વારા સમીર ટ્રાન્સપોર્ટ રાણાવાવ સાથે છેલ્લા પાંચ વર્ષથી વાર્ષીક કરારો કરવામાં આવતા હતા આ ચાલુ વર્ષે પણ નિયત શરતોને આધિન લેખીત કરારો કરેલ જે સમીર ટ્રાન્સપોર્ટ રાણાવાવ દ્વારા આકાશ એન્ટરપ્રાઇઝ નામના ટ્રાન્સપોર્ટને પેટા કરારથી અમુક ટ્રકો પરીવહન અર્થે લેખીત કરાર કરેલ જે મુજબ આકાશ એન્ટરપ્રાઇઝના માલિક વહિવટકર્તા દિલીપભાઇ લખમણભાઇ ઓડેદરા નાઓએ નીચે જણાવેલ સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ અને વે-બ્રીજના માલિક વહિવટકર્તા સાથે મળી તમામ ડ્રાઇવરો સાથે મિલાપીપણું કરી તેમને મળતા લાભ ઉપરાંતનો વધારાનો અનુચીત લાભમેળવવા પુર્વાયોજીત કાવતરૂ રચી આકાશ એન્ટરપ્રાઇઝ હેઠળ ચાલતા ટ્રકો પૈકી અમુકમાં ફેરા કરી ૨૬૭.૭૩ મેટ્રીક ટન કિ.રૂ.૪૫,૧૪,૫૧૬/- ના પેટ કોકના જથ્થામાં નજીવી કિંમતનો રફ કોલસાનો ૫૧ મેટ્રીક ટન ઉપરનો ભેળસેળ કરી અંદાજીત સાડા આઠ લાખ ની માતબર રકમ ઉપરનો અનુચિત લાભ મેળવેલનું તપાસ દરમ્યાન ટેકનીકલ લેવલે, દસ્તાવેજી પુરાવા અને આરોપીઓની અવાર નવાર ઘનિષ્ઠ પુછપરછ ઉપરથી અને મુદામાલ પરીક્ષણ સર્ટીમાં પણ ભેળસેળ જણાઇ આવતા પ્રસ્થાપીત થયેલ જેથી સદર બનાવ સબંધે પો.અધિ. જયરાજસિંહ વાળાની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલ નાઓની રાહબારી હેઠળ ફરીયાદી સમીર ટ્રાન્સપોર્ટના માલીક સમીરભાઈ સામતભાઈ બાપોદરા, રહે. રાણવાવ વાળાની કાયદેસરની ફરીયાદ લઇ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા તપાસ હાથ ધરી હતી.


પકડાયેલ આરોપીઓમાં દિલિપભાઇ લખમણભાઇ ઓડેદરા, રહે. ખોડીયાર કોલોની જામનગર, મુળ-કિંદરખેડા ગામ, તા.જી.પોરબંદર, (ભેળસેળ કરવાનું કૌભાંડ કરનાર મુખ્ય સુત્રધાર અને આકાશ એન્ટરપ્રાઇઝ(ટ્રાન્સપોર્ટ)ના માલીક), મુન્ના કનસિંહ ભુરીયા, રહે. લાખાબાવળ સીમ, જામનગર, મુળ-લોહારા ગામ, તા.કુકશી, જિ.ધાર,મધ્યપ્રદેશ, (ટ્રક નં જીજે૧૪-ઝેડ-૯૪૫૫ના ડ્રાઇવર) તથા નરશીભાઇ પુનાભાઇ વાઘેલા, રહે. મહાકાળી સર્કલ જામનગર, (ટ્રક નં. જીજે-૦૩-એઝેડ-૭૧૫૨ના ડ્રાઇવર) તથા હનીફભાઇ આદમભાઇ લોરૂ, રહે.એકડેએક બાપુની દરગાહની સામે, જામનગર, મુળ રહે-બેડેશ્વર, જામનગર (ટ્રક રજી.નં.-૦૩-એઝેડ-૯૧૫૨ના ડ્રાઇવર), શેતુલ જાદવભાઈ ખરા, રહે. સોઢાણા, તા.જી.પોરબંદર (ટ્રક રજી.નં. જીજે-૧૨-એયુ-૬૬૮૪ ના ડ્રાઇવર), મનોજ સવજીભાઇ કણઝારીયા, રહે.હાપી વાડી, તા.ખંભાલીયા, (લોડર રજી.નં. જીજે-૩૭-એસ-૦૮૬૪ના ડ્રાઇવર), નિતેશભાઇ પ્રેમજીભાઇ નકુમ, રહે. ધરમપુર ગામ, તા.ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા (ભેળસેળ કરવા સોંપેલ સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ અને વે-બ્રીજના માલિક), ભાવીક વિનોદભાઇ કણઝારીયા, રહે.શક્તિનગર, ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા (ભેળસેળ કરવા સોંપેલ સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ અને વે-બ્રીજના માલિકના પુત્ર વહિવટ કર્તાનો સમાવેશ થાય છે.


પોલીસે ૫૪૦ ભુકી ભરેલ બાચકા, ૭ ટન રફ કોલસો, ભેળસેળવાળો ૨૦ ટન, તૈયાર કરેલો ૨૦ ટન, પેટકોક ૨ ટન, નાયરા કંપનીનો ૩૭૧૭૦ ટન જેટલો ઇન્વોઇસ બીલ મુજબનો, ચાર ટ્રક, લોડર, જીપીએસ મશીન, કેમેરાનું ડીવીઆર, ૪ મોબાઇલ મળી કુલ મુદામાલ કિ. ૬૭,૫૦,૬૨૭ જપ્ત કર્યો છે. 


પેટકોક ચોર ટોળકીની એમઓ

આરોપીઓએ મિલાપીપણું કરી આગોતરા આયોજનબદ્ધ નાયરા કંપનીના ૧૪,૨૯૦/- ના કિંમતી પેટ કોકના જથ્થામાં લો-ગ્રેડનો કોલસાનો ૬ થી ૭ મેટ્રીક ટન જેટલા જથ્થાની ભેળસેળ કરી અલગ અલગ આઠ ટ્રકોના ફેરા કરી ચાલાકી અને ચતુરાઇ વાપરી કંપનીમાં ભેળસેળ કરેલ જથ્થો પહોંચાડી ટ્રક દીઠ એક લાખ ઉપરનો વધારાનો અનુચિત લાભ મેળવવા કોલસા કૌભાંડ આચરેલ હતું.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application