જામનગરના ગાંધીનગર વોર્ડ નંબર 2માં વિકાસના કામોને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. કોન્ટ્રાક્ટરો અને સત્તાધીશોની મનમાની સામે સ્થાનિક પ્રજા લાચાર હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. યુવક કોંગ્રેસ જામનગર શહેર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા (ડાડા) દ્વારા સ્થળ પર જઈ સમગ્ર સ્થિતિની હકીકત ઉજાગર કરવામાં આવી છે.
જામનગરના ગાંધીનગર વોર્ડ નંબર 2માં સ્થાનિક સમસ્યાઓને લઈને ફરી એક વખત સવાલો ઉભા થયા છે.સ્થાનિક પ્રજાના પ્રશ્નો અને વિકાસના કામોની વાસ્તવિક સ્થિતિ જાણવા યુવક કોંગ્રેસ જામનગર શહેર પ્રમુખ મહિપાલસિંહ જાડેજા (ડાડા) સ્થળ પર પહોંચ્યા હતા.સ્થળ પર જઈ તેમણે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા કામો તેમજ સત્તાધીશોની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા.સ્થાનિકોની સમસ્યાઓનું નિરાકરણ ન આવતું હોવાનો આક્ષેપ કરતા મહિપાલસિંહ જાડેજાએ સ્થળ પરની હકીકત લોકો સમક્ષ લાવી હતી.
વિકાસના નામે થતા કામોની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી અંગે પણ સવાલો ઉઠ્યા છે.સ્થાનિક પ્રજાનો આક્ષેપ છે કે તેમની રજૂઆતો છતાં સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી. હવે સવાલ એ છે કે કોન્ટ્રાક્ટરો અને સત્તાધીશોની મનમાની સામે પ્રજાને ક્યારે રાહત મળશે અને વિકાસના કામોની જવાબદારી કોણ લેશે?