BREAKING NEWS

જામનગર: બીમારી માટે વ્યાજે લીધેલી રકમની પઠાણી ઉધરાણીથી કંટાળી પરણીતાએ કેરોસીન છાંટી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાના કેસમાં આરોપીઓનો નિદોર્ષ છુટકારો

  • August 05, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર: બીમારી માટે વ્યાજે લીધેલી રકમની પઠાણી ઉધરાણીથી કંટાળી પરણીતાએ કેરોસીન છાંટી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાના કેસમાં આરોપીઓનો નિદોર્ષ છુટકારો

પરણીતા શરીરે દાઝી જતાં સારવારમાં મરણોત્તર નિવેદનમાં આરોપીઓના નામો જાહેર કરેલ હતા અને તેના ત્રાસની વિગતો પણ જાહેર કરેલ હતી

પતીની બીમારીના ઈલાજ માટે આરોપીઓ પાસેથી વ્યાજે રકમ લીધેલ હતી
​​​​​​​​​​​​​​આ કેસની હકિક્ત એવી છે કે, આ કામના ફરીયાદીના પતી ભરતભાઈ ભુરાભાઈ ઝીઝુંવાડીયા રાજકોટ રેલ્વે હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હોય અને તેના માતા બીમાર રહેતા હોય માટે તેમને ફરીયાદીને પૈસાની જરૂરીયાત પડતા આરોપી ભગવતસીંહ વનુભા જાડેજા અને જયદીપસીંહ રણજીતસીહ જાડેજા પાસેથી વ્યાજે પૈસા લીધેલ, આ પૈસાની પરત ચુકવણી થઈ ગયેલ હોવાછતાં આરોપીઓ ફોનમાં અને રૂબરૂ આવી ધમકીઓ આપી અને સતત માનસીક ટોર્ચર કરતા હતા જેના લીધે, ફરિયાદી સવિતાબેન ભરતભાઈ ઝીઝુંવાડીયાએ આરોપીઓથી કંટાળી જઈ અને પોતાના ઘરે શરીરે કેરોસીન છાટી જાતેથી દીવાસળી ચાંપી અને સળગી ગયેલ અને ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલ અને તેમનું મરણોત્તર નીવેદન નોંધવામાં આવેલ અને તેમાં પણ આ ફરીયાદીએ આરોપીઓના ત્રાસ અંગેની હકિક્તો જાહેર કરવામાં આવેલ હતી, અને ત્યારબાદ આ બાબતે આરોપી સામે ફરીયાદ દાખલ થયેલ.


જે કેસ નામ.અદાલતમાં ચાલીજતાં સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, તમામ સાક્ષીઓએ ફરીયાદ મુજબ જુબાની આપેલ છે અને આરોપીઓએ વ્યાજની ઉધરાણી બાબતે ફરીયાદી અને તેમના પરીવારને હેરાન પરેશાન એટલી હદે કરેલ કે, ફરીયાદીને પોતાની જીંદગી ટુંકાવવા આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે. તો અને મરણોત્તર નિવેદનમાં પણ હાલના આરોપીઓના નામ અને તેમના ત્રાસની વિગતો જાહેર કરવામાં આવેલ છે, તો આ પ્રકારના આરોપીઓને દંડાત્મક અને દાખલા રૂપ શિક્ષા થવી જોઈએ, તેની સામે આરોપીઓ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદીએ આરોપીઓ પાસેથી રકમ લીધેલ છે, તેવું ફરીયાદ પક્ષ એડમીટ કરે છે, અને તે રકમ પાંછી માંગવી તે કોઈ ગુનો નથી, અને વ્યાજે રકમ લીધેલ છે, અને તે ચુકવી દીધેલ હોવાછતાં ત્રાસ આપતા હતા તેવો કોઈ જ પુરાવો રેકર્ડમાં આવેલ નથી.


​​​​​​​જયારે રેકર્ડ ઉપર તમામ આક્ષેપો પુર્ણ થતાં ન હોય અને તેને સાબીતી મળતી ન હોય, તેવા કિસ્સામાં આરોપીઓને સજા થઈ શકે નહીં, અને તેના આધારમાં નામ.સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના અલગ અલગ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ, આમ નામ. અદાલતે તમામ રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી ભગવતસીંહ વનુભા જાડેજા અને જયદીપસીંહ રણજીતસીંહ જાડેજાને નિદોર્ષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે, આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application