ખંભાળીયામાં કામ-ધંધાના અભાવે એક શિક્ષિત યુવાને ઝેરી ટીકડા ખાઇને આયખુ ટુંકાવી લેતા ભારે ગમગીની છવાઇ ગઇ હતી. તાલુકાના વડત્રા ગામે રહેતા હિતેશભાઈ નારણભાઈ નંદાણીયા ગામના ૨૭ વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક યુવાને આઈટીઆઈ કર્યું હોય, અને તેમણે ઘણા સમયથી નોકરી શોધવા છતાં કોઈ કામ ધંધો મળતો ન હોવાથી આ બાબતે તેમને મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના પિતા નારણભાઈ લખમણભાઈ નંદાણીયા (ઉ.વ. ૫૫, રહે. વડત્રા) ની નોંધ પરથી જરૂરી કાર્યવાહી કરી હતી.