BREAKING NEWS

જામનગર: તીક્ષણ હથિયારોથી હુમલો કરવાના કેસમાં આરોપીઓના જામીન મંજુર

  • September 19, 2026 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: તીક્ષણ હથિયારોથી હુમલો કરવાના કેસમાં આરોપીઓના જામીન મંજુર

ફરીયાદી ઈજા પામનાર સુલ્તાન ઈશાકભાઈ હાલાણી પોતાના ઘર પાસે મો.સા. ઉપર બેઠા હતા ત્યારે આરોપીઓ હીદાયત ફીરોજભાઈ સુધાગુનીયા સાહીલ સલીમભાઈ સુધાગુનીયા, આસીફ અબ્દુલભાઈ આમરોણીયા, અને સીકંદર મામદભાઈ કોચલીયાએ એકસંપ કરી ગુનાહીત કાવતરૂ રચી ધોળા દિવસે ફરીયાદીને તેમના ઘર પાસે જઈ અને લોખંડના ચેઈનચક્ર વાળા પાઈપ અને લોખંડના પાઈપથી ફરીયાદીને ધાતક હથીયારોથી શરીરમાં જુદા જુદા અંગો ઉપર ગંભીર પ્રકારના ફ્રેક્ચર કરેલ, અને આ ગુનાની તપાસમાં એવી હકિક્ત ખુલેલ કે, આ ફરીયાદીને માર મારવામાં ગુનાહીત કાવતરૂ રચવામાં આવેલ અને આ કાવતરામાં સામેલ અન્ય બે આરોપીઓ અજરૂદ્દીન હાજીભાઈ મકવાણા, અને હાસમ રફીકભાઈ ખેરાણી પણ સંડોવાયેલા છે, તે ગુનાના તમામ આરોપીઓની અટક કરવામાં આવી. 

ત્યારબાદ એડી. ચીફ કોર્ટમાં રજુ કરવામાં આવેલ અને આરોપીઓ તરફે દલીલો થયેલ. સરકાર પક્ષે દલીલો થયેલ, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ, ચીફ કોર્ટે આરોપીઓ તરફે થયેલ દલીલો માન્ય રાખી અને તમામ આરોપીઓ હીદાયત ફીરોજભાઈ સુધાગુનીયા, સાહીલ સલીમભાઈ સુધાગુનીયા, આસીફ અબ્દુલભાઈ આમરોણીયા, અને સીકંદર મામદભાઈ કોચલીયા તથા કાવતરૂ રચનાર અજરૂદીન હાજીભાઈ મકવાણા, અને હાસમ રફીકભાઈ ખેરાણી આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપીઓ તરફે વકીલ  રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application