BREAKING NEWS

જામનગર: પ્રાણધાતક હથીયારથી માર મારવાના કેસમાં આરોપીઓના ૪ દીવસની અંદર જામીન મંજુર

  • September 11, 2026 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પ્રાણધાતક હથીયારથી માર મારવાના કેસમાં આરોપીઓના ૪ દીવસની અંદર જામીન મંજુર

જામનગરમાં જયપાલસીંહ વિક્રમસીહ ચુડાસમાંએ સીટી ’બી’ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી મહીપાલસીંહ આશીષસીંહ રાણા, વિક્રમસીહ આશીષસીહ રાણા, તથા ૨ અજાણ્યા સખ્સો સામે એવી ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદી જયપાલસીંહને આરોપી મહીપાલસીંહનો ફોન આવેલ, અને મળવા માટે ઓફીસે બોલાવતા ફરીયાદી આરોપી મહીપાલસીંહ પાસેથી પૈસા માંગતા હોય તે પરત આપવા માટે બોલાવતા હશે તેવું માની અને મહીપાલસીંહને મળવા માટે જતાં ઓફીસ પાસે પહોંચતાની સાથે જ મહીપાલસીંહ તથા તેમના ભાઈ વિક્રમસીહ અને બે અજાણ્યા શખ્સો હાઈરાઈડર મોટરકારમાંથી ઉતરેલ અને મહીપાલસીંહે મોટરકારમાંથી છરી કાઢી અને હુમલો કરેલ અને તેમના ભાઈ વિક્રમસીહે ફરીયાદી ઉપર લોખંડના પાઈપથી હુમલો કરતા ફરીયાદી પડી ગયેલ અને બે અજાણ્યા ઈસમોએ લાકડાના ધોકાથી મુંઢ ઈજાઓ પહોંચાડેલ આ દરમ્યાન ફરીયાદીના મીત્ર આવી જતાં આરોપીઓ ભાગી ગયેલ અને ફરીયાદીને ૧૦૮માં સારવાર માટે ખસેડવામાં આવેલ અને ફરીયાદીએ આરોપીઓ સામે પાણધાતક હથીયારોથી માર મારી અને ઈજાઓ પહોંચાડવાની ફરીયાદ નોંધાવેલ. 

જેમાં પોલીસે આરોપી મહીપાલસીંહ અને વિક્રમસીહ અને દિવ્યેશ ગોવિંદભાઈ અને જાવેદ જમાલભાઈની ધરપકડ કરેલ અને ચીફ કોર્ટ સમક્ષ રજુ કરેલ, જેથી આરોપીઓએ ચીફ કોર્ટ સમક્ષ જામીન મુક્ત થવાની અરજી દાખલ કરતા, સરકાર પક્ષે અને તપાસ કરનાર પોલીસ તરફે દલીલો કરવામાં આવેલ,તેની સામે આરોપી તરફે દલીલો કરવામાં આવેલ,બાદ ચીફ કોર્ટે આરોપીઓ તરફે થયેલ દલીલો માન્ય રાખી અને ચારેય આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેસમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News