માહિતી અને પ્રસારણ મંત્રાલયની ઓટીટી પ્લેટફોર્મસ, 19 વેબસાઈટ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ સામે લાલ આંખ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે અશ્લીલ સામગ્રી પ્રસારિત કરતા 18 ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. એક નિવેદન જારી કરીને મંત્રાલયે માહિતી આપી હતી કે આ તમામ બ્લોક ઓટીટી પ્લેટફોર્મનો ઉપયોગ મહિલાઓ પ્રત્યે અશ્લીલ, અભદ્ર અને અપમાનજનક કન્ટેન્ટ પ્રસારિત કરવા માટે થાય છે. આ પ્લેટફોર્મ પર આઈટી એક્ટની કલમ 67 અને 67એ, આઈપીસીની કલમ 292 અને વુમન (પ્રતિબંધ) અધિનિયમ, 1986ની કલમ 4 હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ, આ ઓટીટી એપ્સને ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી પરંતુ પ્લેટફોર્મે તેના કન્ટેન્ટમાં કોઈ સુધારો કર્યો ન હતો. આ પ્લેટફોર્મની સાથે સરકારે તેની સાથે સંબંધિત 19 વેબસાઈટ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, આ ઓટીટી પ્લેટફોર્મ્સ પર વાંધાજનક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યા હતા. આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ 18 ઓટીટી પ્લેટફોર્મ્સને અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે અનેક વખત ચેતવણી જારી કરી હતી. જે 18 ઓટીટી એપ્સને હટાવી દેવામાં આવી છે તેમાં ડ્રીમ્સ ફિલ્મસ, વૂવી, યેસ્સમાં, અનકટ અડ્ડા, ટ્રીફ્લીક્સ, એક્સ પ્રાઈમ, નીઓન એક્સ વીઆઈપી, બેશારમ્સ, હન્ટર, રેબીટ, એક્સ્ટ્રા મૂડ, ન્યુફ્લીક્સ, મૂડ એક્સ, મોજ ફ્લીક્સ, હોત શોટ્સ વીઆઈપી, ફૂગી, ચીકૂફ્લીક્સ અને પ્રાઈમ પ્લે સામેલ છે.
પ્રતિબંધ લાદવામાં આવેલ આ એપમાંથી એકને ગૂગલ પ્લે સ્ટોર પર 1 કરોડથી વધુ ડાઉનલોડ કરવામાં આવી હતી. બીજી તરફ બે એપ્સ 50 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ અને યુટ્યુબ પર અશ્લીલ કન્ટેન્ટ વાળી ફિલ્મોના ટ્રેલર પ્રસારિત કરી રહી હતી. આવા 57 સોશિયલ મીડિયા હેન્ડલ પણ બ્લોક કરવામાં આવ્યા છે. આ કન્ટેન્ટ વાળા ફેસબુકમાંથી 12, ઈન્સ્ટાગ્રામમાંથી 17, એક્સ પરથી 16 અને યુટ્યુબ પરથી 12 ચેનલોને બ્લોક કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech