BREAKING NEWS

આલેલે... જામનગરમાં બજરંગ ઢોસા સેન્ટરમાં ચટણીમાંથી વંદો નીકળ્યો, ૩ દિ’ વેંચાણ બંધ

  • November 13, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

આલેલે... જામનગરમાં બજરંગ ઢોસા સેન્ટરમાં ચટણીમાંથી વંદો નીકળ્યો, ૩ દિ’ વેંચાણ બંધ 


જામનગરમાં બજરંગ ઢોસા સેન્ટરમાં ચટણીમાંથી તળેલો મૃત વંદો નીકળ્યાની ગ્રાહકની ફરિયાદના પગલે મનપાની ફુડ શાખાએ ચેકીંગ કરી ત્રણ દીવસ વેંચાણ બંધ કરાવી પેઢીને નોટીસ ફટકારી છે. ફુડશાખાએ ત્રણ દીવસમાં સ્ટાફના મેડીકલ રીપોર્ટ, પેસ્ટ કંટ્રોલ અને પાણીની ચકાસણી સહીતની પૂર્તતા કરવા તાકીદ કરી છે.

જામનગરમાં પટેલ કોલોનીમાં વિસ્તારમાં આવેલી જાણીતા બજરંગ ઢોસા સેન્ટરમાં ગઇકાલે સાંજે ડો.ભાવેશ વ્યાસ પરિવાર સાથે ભોજન કરવા ગયા હતાં. તેઓએ પોઢી ઢોસો મંગાવ્યો હતો. આ દરમ્યાન ઢોસાની ચટણીની વાટકીમાં વાંદો દેખાતા મનપાની ફુડ શાખામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પગલે મનપાની ફુડ શાખાએ આજે સવારે બજરંગ ઢોસા સેન્ટરમાં તપાસ કરી હતી. તપાસ દરમ્યાન સેન્ટરના રસોડામાં જીવજંતુ મળ્યા ન હતાં. પરંતુ નિયમ મુજબ જ‚રી સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આટલું જ નહીં પેઢીને ૩ દીવસ વેંચાણ બંધ કરાવાયું હતું.તદઉપરાંત પેઢીના સ્ટાફના મેડીકલ રીપોર્ટ, પેસ્ટ કંટ્રોલ અને પાણીના રિપોર્ટ સહીતની પૂર્તતા કરી સબમીટ કરવા તાકીદ કરાઇ હતી. આ પ્રક્રીયા પૂર્ણ થયા બાદ ફુડ શાખા દ્વારા પુન: તપાસ કરાશે અને તમામ નિયમોનું પાલન થતું હશે તો જ પેઢીને પુન: વેંચાણ શ‚ કરવાની મંજૂરી આપવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application