દિવાળીના તહેવાર બાદ દ્વારકા તથા કલ્યાણપુર તાલુકા પંથકમાં માવઠાના કારણે ઉભા પાકને પારાવાર નુકશાન થવા પામી છે. તેથી ખેડૂતની હાલત દયનીય બની છે ત્યારે દ્વારકા, કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીને પત્ર પાઠવીને સર્વે કર્યા વિના પાક નુકશાનની વળતર તમામ ખેડૂતોને ચૂકવવા જણાવ્યું છે.
વિસ્તૃત પત્રમાં જણાવ્યું છે કે, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના ગામો ઓક્ટોમ્બર - ૨૦૨૫ ના બીજા પખવાડિયા દરમ્યાન કમોસમી વરસાદ થયેલ છે જેમાં તા:- ૨૭/૧૦/૨૦૨૫ થી તા:- ૦૧/૧૧/૦૨૫ સુધીમાં ભારે વરસાદ થયેલ છે. તેમજ હાલની પરિસ્થિતિ મુજબ હજુ વરસાદની સંભાવના રહેલ છે.
મારા તાલુકામાં ૯૦% ઉપર મગફળી તથા અન્ય પાકનું વાવેતર છે તેમાંથી ૮૦ થી ૯૦% ની મગફળી પાકની કાપણી આ સમયગાળા દરમ્યાનજ થયેલ હતી.જે પાક પર કમોસમી વરસાદ થતા તથા સતત વરસાદી વાતાવરણના કારણે કાપણી થયેલ પાક બગડી ગયેલ છે. અને વ્યાપક પ્રમાણમાં પાક નુકશાની થયેલ છે. આ નુકસાની ગામના બધા જ ખેડૂતોને થયેલ હોવાથી પાક નુકશાની નું સર્વેની કામગીરી બંધ કરી તમામ ખેડૂતોને પાક નુકશાની નું વળતર તાત્કાલિક ચુકવવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application