જામનગર: કાલાવડ અને લાલપુરમાં પવનચક્કીના કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.1,06,510 ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ઝડપાયા
જામનગર જિલ્લાના કાલાવડ અને લાલપુર તાલુકા વિસ્તારમાં આવેલ પવનચક્કી ટાવરના કેબલ વાયર ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે જામનગર એલ.સી.બી. દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. કેબલ વાયર ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્કઆઉટ કરવામાં આવ્યો હતો.
જામનગર એલ.સી.બી. સ્ટાફના રૂષીરાજસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસીમાં આવેલ "અર્જુન મેટલ" નામના કારખાનામાંથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. કાલાવડ અને લાલપુર તાલુકા વિસ્તારમાં આવેલ પવનચક્કીના ટાવરમાં અર્થીંગ કોપર કેબલ વાયરની ચોરી કરી મેળવેલ મુદ્દામાલ સાથે પોલીસ હેડ કોન્સ દિલીપભાઈ તલાવડીયા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં હાજીભાઈ આદમભાઈ ખફી રહે. મસીતીયા ગામ તા.જી. જામનગર મુળ પીરલાખાસર તા.ખંભાળીયા, અસગરભાઈ યુસુબભાઈ ખફી રહે. મસીતીયા ગામ તા.જી. જામનગર અને ગુલામહુશેન ઉર્ફે ભભો ગફારભાઈ ખફી રહે. મસીતીયા ગામ તા.જી. જામનગરનો સમાવેશ થાય છે. ચોરીનો મુદ્દામાલ લેનાર આરોપી બળવંતભાઈ દિલીપભાઈ ગોહીલ રહે. મોરકંડામ તા.જી.જામનગર છે. જ્યારે કાનાભાઈ રહે. ખીમલીયા ગામ તા.જી જામનગર હજુ પકડવાના બાકી છે.
પોલીસે આરોપીઓ પાસેથી કોપર વાયરના ટુકડાઓ કુલ આશરે 120 મીટર કિંમત રૂ.71,400, મોટરસાયકલ-1 કિંમત રૂ.25,000, મોબાઇલ ફોન-2 કિંમત રૂ.10,000, કટરમશીન-1 કિંમત રૂ.100 અને કેબલ વાયર કાપવા માટેની તણી-1 કિંમત રૂ.10 મળી કુલ રૂ.1,06,510 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કેસમાં કાલાવડ રૂરલ પો.સ્ટે. ગુરન 11202056260672/2026 ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) અને લાલપુર પો.સ્ટે. ગુરન 11202036260623/2026 ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) ના ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત એકાદ મહિના પહેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડાળીગામની સીમમાં આવેલ ચાર પવનચક્કીના થાભલામાંથી કોપર વાયર ચોરી કરેલ હોવાનું પણ ખુલ્યું છે.
આરોપી હાજીભાઈ આદમભાઈ ખફીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેમની સામે કાલાવડ રૂરલ પો.સ્ટે. ગુરન 11202056260474/2026 ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2), લાલપુર પો.સ્ટે. ગુરન 11202036260408/2026 ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) અને ભાયાવદર પો.સ્ટે. ગુરન 11213006240384/2024 ભારતીય ન્યાય સંહિતા કલમ 118(1) ના ગુનાઓ નોંધાયેલા છે.
આ સમગ્ર કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એમ.વી.ભાટીયા અને એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, અરજણભાઈ કોડીયાતર, ભરતભાઈ ડાંગર, ધનશ્યામભાઈ ડેરવાળીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, સુમીતભાઈ શીયાર, મયુદીનભાઈ સૈયદ, હિરેનભાઈ વરણવા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, ધમેન્દ્રસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજા, રૂષીરાજસિંહ વાળા, કિશોરભાઈ પરમાર, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, શૌલેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વગેરે દ્વારા કરવામાં આવી હતી.