BREAKING NEWS

જામનગર: કીડનેપ, માર મારવાના-ખંડણી માંગવાના કેસમાં આરોપીઓને છોડી મુકતી સેશન્સ કોર્ટ

  • May 11, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કીડનેપ, માર મારવાના-ખંડણી માંગવાના કેસમાં આરોપીઓને છોડી મુકતી સેશન્સ કોર્ટ

રાજકોટ ખાતે વસવાટ કરતા ફરીયાદી નીમેષ તન્નાને જામનગર ખાતેથી વસવાટ કરતા ચીરાગ સુરેશભાઈ આહીરે જણાવેલ કે, તેમના મીત્ર જયદીપસીંહ જાડેજાને વ્હાઈટના પૈસા બ્લેક કરવા હોય, તેથી એકાઉન્ટ એરેન્જમેન્ટ કરી આપવા માટે જણાવેલ અને ફરીયાદીએ તે પૈસા પોતાના મીત્રના એકાઉન્ટમાં આરોપી જયદીપસીહ મારફત રૂા. ૨૭ લાખ જેવી રકમ ટ્રાન્સફર કરાવેલ, અને પૈસા જમાં થયા બાદ ફરીયાદી પાસેથી તે કમીશન કપાત કરી અને રકમ પરત માંગતા ફરીયાદી ગલ્લા તલ્લા કરવા લાગેલ અને તેઓ રાજકોટથી બહાર ચાલ્યા ગયેલ, તેની જાણ થતાં જામનગર ખાતેથી ચીરાગ આહીર, જયદીપસીંહ જાડેજા, એજાજ સાયચા, અક્ષય ચાવડા, ફરીયાદીને ગોતવા નીકળેલ અને ફરીયાદી ફલાઈટમાં અમદાવાદ ખાતેથી મુંબઈ પોતાના પરીવાર સાથે નાશી જવાની તૈયારી કરતા હતા.

ચોટીલા પાસેથી જામનગર લાવ્યા હતા અને એક બંગલામાં ગોંધી રાખ્યા હતા રકમ મેળવવા માટે દબાણ કરી ધમકી આપી હતી. દરમ્યાન ૯ લાખ જેવી રકમ ફરીયાદી પાસેથી વસુલ કરી હતી એ પછી સમગ્ર મામલો પોલીસમાં પહોચ્યો હતો જેમાં આરોપીઓને પકડી જરૂરી કાર્યવાહી બાદ જેલ હવાલે કર્યા હતા. આરોપીઓએ જામીન અરજી દાખલ કરેલ, તેની જાણ પોલીસને થતાં પોલીસે જામીન અરજીમાં વાંધા લીધેલ અને રીમાંડની માંગણી સેશન્સ અદાલતમાં કરેલ અને અદાલતમાં દલીલો કરવામાં આવેલ,તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ, આમ તમામ રજુઆતો બાદ અદાલતે આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને પોલીસની રીમાંડની અરજી ફરી ફગાવી દીધેલ અને આરોપીઓને જામીન મુક્ત કરેલ. આ કેસમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ પટેલ રોકાયેલા હતા.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application