BREAKING NEWS

જામનગર : ધ્રોલ વિસ્તારમાંથી ખનીજ ખનન બદલ રૂ.૧ કરોડનો મુદામાલ કબજે

  • February 24, 2026 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં અવાર નવાર ખનીજ ચોરીનાં કિસ્સા બનતા રહે છે. ધ્રોલ પંથકમાં જાયવા ખાતે ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકીંગ કરીને ત્રણ ડમ્બર સહિત એક કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. 


આ અંગેની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના જાયવા ખાતે જેટકો તળાવ વિસ્તારમાં મોરમ ખનીજની ચોરી થઇ રહી છે તેવી બાતમી મળતા ગઇકાલે ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. કોઇપણ જાતની પરવાનગી વિના બિનઅધિકૃત રીતે ખનીજની ચોરી કરવામાં આવતી હતી. આ સ્થળેથી જયેશભાઇ સાનીયાની માલિકીનું સેની એકસ ક્રાવેટર મશીન ઉપરાંત રેવતુભા જાડેજા, ભગીરથસિંહ જાડેજા, અને કુલદીપસિંહ જાડેજાની માલિકીના ત્રણ ડમ્પર સહિત રૂ. ૧ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 


ખનીજ ચોરીની આ તપાસ દરમ્યાન સરકારી જમીનમાંથી ખનીજ ખનન કરતા લોકોમાં ભારે ફફડાટ મચી ગયો હતો. ધ્રોલ, જોડીયા સહિતનાં કેટલાક વિસ્તારોમાં અવારનવાર ખનીજ ચોરી થાય છે. પરંતુ તંત્ર જોઇએ તેટલી કામગીરી કરતુ ન હોવાની ફરિયાદ ઉઠી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application