BREAKING NEWS

વાડીનાર નજીક ઝાંખર પાટિયા ખાતેથી રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશને પ્રસરાવતી સાયકલોથોનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

  • February 02, 2026 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  • કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા રાષ્ટ્રીય સલામતી અને એકતાના સંદેશ અને સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ સાથે આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-૨૦૨૬”નું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઝાંખર પાટિયા ખાતેથી લીલીઝંડી આપી ફલેગઓફ કરવામાં આવ્યું હતું.



    આ તકે આયોજિત કાર્યક્રમમાં CISF યુનિટના જવાનો દ્વારા સાયકલ યાત્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોએ આ સાયકલ યાત્રાને ઢોલના નાદ સાથે વધાવી હતી.



  • ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કિનારાની આ ટીમે ૨૮ જાન્યુઆરીએ કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પ્રસ્થાન કર્યું હતું. આશરે ૬,૫૦૦ કિમી લાંબી આ યાત્રામાં કુલ ૧૩૦ જેટલા સાયકલોવીરો કે જેમાં  ૫૦ ટકા જેટલી મહિલા સાયકલોવીરોની ભાગીદારીએ ‘સ્ત્રીશક્તિ’નું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.



     ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષામાં CISFની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ સાયકલોથોનનો મુખ્ય આશય સમુદ્ર તટીય વિસ્તારોમાં માછીમારો અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે.



  • આ તકે ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવતી, ડેપ્યુટી કમાન્ડન્ટ અર્ચિત ખેતાન, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવીણ કુમાર, સ્થાનિક અગ્રણી સિદ્ધરાજસિંહ જાડેજા, કેસરજી ચુડાસમા સહિત સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

    ​​​​​​​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application