BREAKING NEWS

જામનગર: ઘણા સમયથી મળી ન આવતી વ્યક્તિનું ડેથ ડેકલેરેશન મંજુર

  • May 30, 2026 06:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ઘણા સમયથી મળી ન આવતી વ્યક્તિનું ડેથ ડેકલેરેશન મંજુર

સવિતાબેન પરસોતમભાઈ સંઘાણી કે જેઓ જામનગર મુકામે પોતાના પરિવાર સાથે રહે છે. સવિતાબેન ના પતિ પરસોતમભાઈ બાવાભાઈ સંઘાણી કે જેઓ તારીખ ૨૬/૦૩/૨૦૧૭ ના દિવસે કોઈ પણ ને કીધા વગર ઘરેથી નીકળેલા પરંતુ આખો દિવસ વીતી જવા છતાં પરસોતમભાઈ બાવાભાઈ સંઘાણી પોતના ઘરે પરત ના આવતા તેમના પરિવાર દ્વારા ઘણી બધી જગ્યા એ શોધખોળ કરેલ. પરંતુ પરસોતમભાઈ બાવાભાઈ સંઘાણીનો ક્યાય પતો લાગે નહી. જેથી દીકરા દ્વારા તારીખ ૨૮/૩/૨૦૧૭ ના રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ.

જે અનુસાધને પોલીસ દ્વારા પણ તપાસ કરેલ. પરંતુ મળી આવેલ નહી. આમ, ૮ વર્ષ ઉપરાંતનો સમયથી ગયેલ પરંતુ પરસોતમભાઈ બાવાભાઈ સંઘાણી ક્યાય મળી આવેલ નહી. પરસોતમભાઈ બાવાભાઈ સંઘાણીના ના મળવાથી તેમના નામે આવેલ ખેતીની જમીન તથા અન્ય મિલકતનો કોઈ ઉપયોગ ઉપભોગ થયી શકતો ન હતો માટે પરસોતમભાઈ બાવાભાઈ સંઘાણીના વારસદારો દ્વારા ૮ વર્ષ ઉપરાંતના સમયથી પરસોતમભાઈ બાવાભાઈ સંઘાણી મળી આવતા ના હોય,જેથી પરસોતમભાઈ બાવાભાઈ સંઘાણીને ભારતીય કાયદા અનુશાર ૭વર્ષ ઉપરાંતથી કોઈ વ્યક્તિ મળી આવતું ના હોય તો તેને ડેથ ડીકલેર કરી શકાય.

તે જોગ્વાયી આધારે પરસોતમભાઈ બાવાભાઈ સંઘાણીના વારસદારો દ્વારા તેમના વકીલ મારફતે જન્મ મરણ શાખા જામનગર વિરુદ્ધ જામનગરની સિવિલ અદાલતમાં દાવો દાખલ કરવામાં આવેલ, જે દાવો ચાલી જતા વાદીના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને અદાલતમાં તમામ આધાર પુરાવાઓ રજુ કરી અને ડેથ ડેકલેરેશન માંગવામાં આવેલ. જે આધાર પુરાવા અને દલીલો ધ્યાને લઇ જામનગરની અદાલત દ્વારા વાદીનો દાવો મંજુર કરી વાદીના પિતા ગુમ થયેલ છે મળી આવેલા નથી તેથી તેને મરણ પામેલ છે તેવું ઠરાવી આપેલ અને જન્મ મરણ શાખા જામનગર મહાનગર પાલિકાએ મરણ પ્રમણ પત્ર આપવું હુકમ કરવામાં આવેલ છે.વાદી વતી વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application