BREAKING NEWS

જામનગર:ગુલાબનગર ડમ્પીંગ સ્થળ બદલાવવા માંગ 

  • May 28, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર:ગુલાબનગર ડમ્પીંગ સ્થળ બદલાવવા માંગ 

આમ આદમી પાર્ટીના હોદેદારોએ કમિશ્નરને કરી રજુઆત 

ગુલાબનગર પાસે આવેલ ડમ્પીંગ ગ્રાઉન્ડમાં છેલ્લા ૩ થી ૪ દિવસથી કચરાનો ઢગ સળગી રહ્યો છે, જેને પ્રોપર રીતે ઠારવામાં આવતો નથી જેથી કચરાને જાણી જોઇને સળગવા દેવામાં આવતો હોઇ તેવુ લાગી રહ્યુ છે, પ્રાથમિક રીતે જાણી જોઇને સળગવા દેવામાં આવી રહેલ આ કચરામાં  પ્લાસ્ટીક સમેત અનેક પદાર્થ સળગવાથી ખુબ ઝેરી પ્રદૂષણ હવામાં ફેલાઇ રહ્યુ છે. જેના કરાણે આસપાસની જનતાને ખૂબ પરેશાની થઇ રહી છે. એટલે જણાવવાનું કે ગેરકાયદે રીતે કચરાને સળગાવી નિકાલ કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે. 

ઉપરાંત જે યોગ્ય પદ્ધતિ જય ભારત સાથ જણાવવાનું કે ગુલાબનગર પાસે આવેલ ડમ્પીંગ ગ્રાઉન્ડમાં છેલ્લા ૩ થી ૪ દિવસથી કચરાનો ઢગ સળગી રહ્યો છે, જેને પ્રોપર રીતે ઠારવામાં આવતો નથી. જેથી કચરાને જાણીજોઇને સળગવા દેવામાં આવતો હોવાનું લાગી રહ્યુ છે, પ્રાથમિક રીતે જાણીજોઇને સળગવા દેવામાં આવી રહેલ આ કચરામાં પ્લાસ્ટિક સમેત અનેક પદાર્થ સળગવાથી ખૂબ ઝેરી પ્રદૂષણ ફેલાઇ રહ્યુ છે. જેના કારણે આસપાસની જનતાને ખૂબ પરેશાની થઇ રહી છે. આ બાબતે આમ આદમી પાર્ટીના શહરે પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાએ પત્ર પાઠવીને રજુઆત કરી છે. 

ગેરકાયદે રીતે કચરાને સળગાવી નિકાલ કરવામાં આવે તે બંધ કરવામાં આવે અને વેસ્ટ ટુ એનર્જી પ્લાંટ દ્વારા યોગ્ય પદ્ધતિ દ્વારા જ તેનો નિકાલ કરવામાં આવે.

કચરાને ગેરકાયદે રીતે સળગાવનાર લોકો/કંપની પર કાર્યવાહી કરવામાં આવે,  જો કંપની દ્વારા ટેન્ડરની શરતોનો ભંગ થયો હોય તો તે બાબતે પણ કાર્યવાહી કરવામાં આવે. કચરાની ડમ્પીંગ સાઇટને શહેરના રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવા અનુરોધ કર્યા છે. આ સમયે દિલીપસિંહ જાડેજા, બ્રિજેશ ફળદુ, ઉંમરસિંહ સોઢા જોડાયા હતા. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News