શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ

  • April 26, 2024 05:48 PM 

શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ

મેલેરીયાના લક્ષણો, તેને અટકાવવાના ઉપાયો વગેરે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા


દર વર્ષે તારીખ 25 એપ્રિલને વિશ્વ મલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત જી.જી. હોસ્પિટલ સલંગ્ન શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર ડો.નરેશ મકવાણા તથા ડો. કિશોર ધડુકના માર્ગદર્શન હેઠળ પબ્લિક હેલ્થ નર્સ જ્યોતિબેન પરમાર તથા વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા શહેરના દિગ્વિજય પ્લોટ સ્થિત વિશ્રામવાડી અર્બન હૅલ્થ ટ્રેનિંગ સેન્ટર ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં દિગ્વિજય પ્લોટ સ્થિત ઓશવાળ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મલેરિયા રોગ શું છે, કઈ રીતે ફેલાય છે, રોગના લક્ષણો શું છે, લક્ષણો જણાય તો શું કરવુ તથા આ રોગને આગળ વધતો કઈ રીતે અટકાવી શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા તથા કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીના માધ્યમથી વિદ્યાર્થીઓના મલેરિયા તથા અન્ય રોગોના જ્ઞાન અંગે માહિતી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા અવારનવાર સ્વાસ્થ્યલક્ષી અનેક મુદ્દાઓ અંગે લોક જાગૃતિ માટેના પ્રયત્નોના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું શહેરના અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application