જામનગર: કેરી ખાઈને ગોટલી ફેંકી દેવાના બદલે નિયત સ્થળે જમા કરાવો: વેસ્ટમાંથી બેસ્ટ
ડોનેટ ગોટલી પ્રોજેકટ હેઠળ રોજગારીની તકો: નવતર અભિગમ
કેરીની સિઝન ગુજરાતમાં ચાલી રહી છે પણ આપણામાંથી કેટલા કેરી ખાધા પછી કેરીની ગોટલીમાંથી મુખવાસ બનાવે છે ? એમ કહી શકાય કે મોટા ભાગના ગોટલી ફેંકી દે છે.
આ પ્રોજેકટની પરિકલ્પના કરનાર ડોકટર કલ્પનાબેન ખંઢેરીયાએ તેમની સાથે વાત કરી અને કેવી રીતે ગોટલી તૈયાર કરવી તે બધી વિસ્તૃત માહિતી મેળવી સેટેલાઈટ કલબ ઓફ કશાડો, રોટરી કલબ ઓફ સેનોરાઝના પ્રમુખ ડો. મીતાબેન શાહ તથા રોટરી કલબ ઈમેજીકાના પ્રમુખ હરદીપભાઈ જાડેજા બંને અત્યારે કેરીની સિઝનમાં ગોટલીનો સારો ઉપયોગ કરવાની પર્યાવરણની વૃદ્ધિ થાય તેવા પ્રોજેકટ કરવાનું નક્કી કર્યું.
પ્રોજેકટ ડિરેકટર નિશાબેન ઐયર, અમરજીતસિંહ અહલુવાલીયા, બોસ્કીબેન વ્યાસ તથા પાર્થભાઈ મહેતાએ ચેલેન્જ ઉપાડી અને જ્યાં જ્યાં હોલસેલમાં કેરીની ગોટલીનો રસ નીકળે છે તથા દરેક વ્યક્તિને ઘરે ઘરે જ્યાં કેરીનો રસ નીકળે છે ત્યાં અપીલ કરી છે કે તમારી કેરીની ગોટલી ફેંકી ન દેતા અને બ્રશથી સાફ કરીને નીચેના સરનામે પહોંચાડો આ ગોટલી સાફ કર્યા પછી તેને ત્રણ દિવસ સુકવવી પડે છે અને પછી તેને કાગળની કોથળીમાં પેક કરી અને કોલકાતા મોકલવાની છે જ્યાંથી જસ્મિનસિંહ અરોરા ખેડૂતોને વિતરણ કરશે. દરેક મહિલાને તથા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે હાપા વિસ્તારમાં ઈસ્કોન મંદિરમાં, ખોડીયાર કોલોનીમાં આવેલ ખોડીયાર મંદિર, ગાંધીનગર વિસ્તારમાં આવેલ સાઈબાબા મંદિર તથા ગ્રીન સિટી તરફ આવેલ શ્રીજી લેબોરેટરીમાં આપ આ કેરીની ગોટલી બ્રશથી, પાણીથી સાફ કરી અને ઉપર જણાવેલી જગ્યાએ આપી, વેસ્ટમાંથી બેસ્ટ તથા પર્યાવરણ પ્રોત્સાહન આપી રોજગારીનુું સર્જન કરતા આ વિચારને સમર્થન આપશો.
જ્યાં હોલસેલ આવી રીતે કેરીનો ઉપયોગ થતો હોય તે અમરજિતસિંહ અહલુવાલીયા મો. ૯૩૨૭૧ ૬૧૪૯૦ તથા પાર્થ મહેતા મો. ૯૪૨૬૧ ૨૪૧૨૨ નો સંપર્ક કરશે તો ત્યાંથી અમે ગોટલી કલેકટ કરાવી લેશું. આ પ્રોજેકટમાં વંડાફળીમાં આવેલ જે.જે. ફરસાણ માર્ટ, ૫૪-દિ.પ્લોટમાં આવેલ કમલેશ ડેરી, ૫૮-દિ.પ્લોટમાં આવેલ ઓધવરામજીનો સહયોગ મળેલ છે.