રાજકોટ એસટી ડિવિઝન દ્વારા સૌરાષ્ટ્રમાં ખેતી અને બાંધકામ ઉદ્યોગમાં મજૂરીકામ કરતા દાહોદ, ગોધરા, ઝાલોદ, સંતરામપુર અને છોટા ઉદેપુર પંથકના શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે હોળી અને ધુળેટી પૂર્વે ૫૦ એક્સ્ટ્રા બસ દોડાવાશે તેમ રાજકોટ વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે ગઈકાલથી એક્સ્ટ્રા બસ સેવાનો પ્રારંભ થઇ ગયો છે જેમાં રાજકોટ, ગોંડલ, મોરબી, હળવદ અને ધ્રાંગધ્રાથી પાંચ એક્સ્ટ્રા એસટી બસ દોડાવાઇ હતી, હવે આજથી ટ્રાફિક વધશે.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી ઉપરોક્ત વિસ્તારોના રૂટ ઉપર કુલ ૧૨૦૦ એક્સ્ટ્રા બસ દોડાવાશે. તેમણે ઉમેર્યું હતું કે મેટોડા, શાપર કે અન્ય વિસ્તારમાંથી એક્સાથે ૫૦-૫૧ મુસાફરો એકત્રિત થશે તો એસટી બસ ત્યાં સુધી તેમને લેવા જશે.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ધુળેટીના તહેવાર પૂર્વે સમગ્ર રાજ્યમાં ૧૨૦૦ જેટલી એકસ્ટ્રા બસ વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવનાર છે. એસટી નિગમ દ્વારા રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો હોળી-ધૂળેટી જેવા તહેવારમાં વતન તરફ મુસાફરી કરતા હોય છે. ત્યારે તેમની સવલત માટે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની ટ્રીપો સંચાલિત કરવામાં આવશે. જ્યારે ડાકોર અને દ્વારકા જવા માટે ૫૦૦ બસો દ્વારા ૪૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરાશે.
એસટી તમારા આંગણે યોજના અનુસાર એકસાથે ૫૦ જેટલા મુસાફરો મેટોડા-શાપર કે અન્ય કંઈ વિસ્તારમાં થઈ જશે તો તેમને બસ સ્ટેન્ડ આવવાને બદલે એસટીની બસ ત્યાંથી મુસાફરોને લઈ જશે. નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે.
ખેતીવાડી અને બાંધકામ ઉદ્યોગમાં મિની વેકેશન
સૌરાષ્ટ્રમાં ખેતીવાડી અને બાંધકામ ઉદ્યોગમાં કાર્યરત મોટાભાગના મજુરો દાહોદ અને ગોધરા પંથકના છે, આ પંથકમાં હોળી અને ધુળેટીના તહેવારનું દિવાળી જેટલું જ મહત્વ હોય તહેવારોના પાંચેક દિવસ પૂર્વે તેઓ રવાના થઇ જાય છે અને તહેવારો પૂર્ણ થયાના પાંચેક દિવસ પછી પરત ફરે છે. આમ હવે ખેતીવાડી અને બાંધકામ ઉદ્યોગમાં આજથી ૧૦ દિવસનું મિની વેકેશન રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech