જામનગર: દીયર દ્વારા કૌટુંબીક ઝઘડામાં ભાઇઓ તથા ભાભી વિરૂદ્ધ કરેલ ખોટો દાવો રદ્દ કરતી હાઇકોર્ટ
જામનગર: દીયર દ્વારા કૌટુંબીક ઝઘડામાં ભાઇઓ તથા ભાભી વિરૂદ્ધ કરેલ ખોટો દાવો રદ્દ કરતી હાઇકોર્ટ
November 16, 2026 01:44 PM
જામનગર: દીયર દ્વારા કૌટુંબીક ઝઘડામાં ભાઇઓ તથા ભાભી વિરૂદ્ધ કરેલ ખોટો દાવો રદ્દ કરતી હાઇકોર્ટ
જામનગરમાં મહાલક્ષ્મી ચોક ખાતે આવેલ સ્વ. રમેશચંદ્ર કલ્યાણજી મોનાણીના સ્વતંત્ર માલિકીના મકાનનું રજીસ્ટર બક્ષીસ ડીડ પોતાના એક દિકરા અજીત મોનાણી તથા નિતાબેન મોનાણીની તરફેણમાં પોતાના અન્ય દિકરાઓની સાક્ષીમાં કરવામાં આવેલ હતું, ત્યારબાદ સાક્ષીમાં શાખ કરનાર દિકરાઓ પૈકી મનિષ મોનાણી દ્વારા પોતાના પિતાને ભોળવીને ખોટી રીતે બક્ષીખત તૈયાર કરાવવામાં આવેલ તેવો દાવો સીવીલ કોર્ટમાં ૨૦૨૪માં કરવામાં આવેલ હતો.
જે કામે ભાઈઓ-ભાભી અને બહેનો દ્રારા નામદાર કોર્ટ સમક્ષ સદર દાવો ખોટો છે અને કાયદાની પરીભાષામાં કાઢી નાખવા અંગેં અરજી કરેલ હતી પરંતુ જામનગર ના મહે. સીવીલ જજ દ્રારા આ દાવો કાઢી નાખવાની અરજી ના-મંજુર કરેલ જેથી સદર હુકમ થી નારાજ થઈ અજીતભાઈ મોનાણી તથા નીતાબેન અજીતભાઈએ નામદાર હાઈકોર્ટના દરવાજા ખખડાવતા, હાલનો દાવો ટકવા પાત્ર ન હોય અને તેને કાઢી નાખવા કાયદાની પરીભાષામાં અપીલ કરેલ જે અંગે વિસ્તૃત દલીલ કરવામાં આવેલ તથા હાલના કેસને લગત નામદાર ઉચ્ચ અદાલત તથા નામદાર સર્વોચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા. જેથી હાઈકોર્ટ જજએ અજીતભાઈ મોનાણી તથા નીતાબેન અજીતભાઈ મોનાણીના વડીલ દ્રારા રજુ કરવામાં આવેલ કેસને માન્ય રાખેલ અને મનીષભાઈ મોનાણીના કેસને ખોટો ગણી નામદાર સીનીયર સીવીલ જજ જામનગર સમક્ષ કરેલ દાવાને ડીસમીશ કરવાનો હુકમ કરેલ છે.
આ કેસમાં સુમિત કે. વડનગરા તથા પીનાકીન એસ. રાવલ તથા નામદાર હાઈકોર્ટ સમક્ષ વકીલ મીતભાઈ પાનસુર્યા રોકાયેલ હતા.