જામનગર: ડીકેવી સર્કલ નજીક મકાનમાં આગ લાગતાં દોડધામ
જામનગરના ડીકેવી સર્કલ નજીક આવેલા બ્રેકફાસ્ટ રેસ્ટોરન્ટના પાછળના ભાગમાં આવેલા એક મકાનમાં મંગળવારે સાંજે રેફ્રિજરેટરના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
આ બનાવ અંગે સાંજે આશરે સાડા સાત વાગ્યાના અરસામાં જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર ઓફિસર ઉમેશ ગામેતી ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. મકાનના પાછળના ભાગમાં રેફ્રિજરેટરના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી અને જોતજોતામાં આગ પ્રસરી હતી.
ફાયરબ્રિગેડની ટીમે સમયસર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ આસપાસના મકાનોમાં પ્રસરે તે પહેલાં જ કાબૂમાં આવી જતાં મોટી દુર્ઘટના અને વધુ નુકસાન ટળી ગયું હતું. આગને પગલે આસપાસના લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં રેફ્રિજરેટરના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application