જામનગરના નવતનપુરી ધામમાં ૧૦૮ આચાર્ય પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાયો
છોટી કાશી ગણાતા જામનગરમાં હોળી બાદ આજે ધુળેટીનું પર્વ છે એક તરફ આજે ગ્રહણને લીધે આવતીકાલે લોકો ધુળેટી મેળવી રહ્યા છે ત્યારે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાયની આચાર્ય પીઠ શ્રી ૫, નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ અનતવિભૂષિત શ્રી કૃષ્ણમણિજી મહારાજના સાનિધ્યમાં રાજભોગ અને ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે.
વહેલી સવારથી જ ભગવાન શ્રી રાજશ્યામજીને વિવિધ વ્યંજનોના રાજભોગ ધરવામાં આવ્યા છે. અને ગ્રહણ હોવાના કારણે સવારે જ ફૂલડોલ ઉત્સવ પણ મનાવવામાં આવ્યો છે. તેમાં ભક્તોને આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે ફુલ અને અબીલ ગુલાલ સહિતના પૂજ્ય દ્રવ્યો ઉપરાંત અતરથી અસત્ય પર સત્યના વિજયના વધામણા સ્વરૂપે અમીછાટણા કર્યા હતા. આ તકે ભક્તો પણ ભક્તિના રંગે રંગાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application