BREAKING NEWS

જામનગર: નિકાવા એસટી બસમાંથી વિદેશી દારૂ સાથે શખ્સની અટકાયત

  • November 13, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નિકાવા એસટી બસમાંથી વિદેશી દારૂ સાથે શખ્સની અટકાયત

૬૨૦ નાની મોટી બોટલો સહિત દોઢ લાખનો મુદામાલ કબ્જે 

કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા નિકાવા બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ પરથી એસ.ટી. બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પંચમહાલ જિલ્લાના એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૬૨૦ બોટલો તથા મોબાઇલ ફોન સહિત રૂા.૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઇ આંબલીયા, પીએસઆઇ રાંકજાની સુચનાથી હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે નિકાવા બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એસ.ટી. બસ નંબર જીજે-૧૮-ઝેડટી-૨૯૪૩ની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની કુલ ૬૨૦ બોટલો મળી આવી હતી.

પોલીસે બસમાંથી દારૂનો જથ્થો મળી આવતાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામના પટેલ ફળિયામાં રહેતા રાજેશકુમાર ઉર્ફે પકો ભીમસિંહભાઈ પટેલીયા (ઉ.વ.૪૪)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલોની રૂા.૧,૪૫,૦૦૦ની કિંમત તથા રૂા.૫,૦૦૦નો વિવો કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ ૧,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. 

આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ) તથા ૧૧૬(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application