જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિને કરી જાહેરાત : 6 મેમ્બર સાથે મૂળ ભારતીય અને પાઇલટ ગોપીચંદ કર્મન લાઇન ઉપર પહોંચશે
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિને જાહેરાત કરી છે કે આગામી ન્યૂ શેપર્ડ મિશન પર અવકાશમાં ઉડાન ભરનાર છ સભ્યોના ક્રૂમાં ભારતીય નાગરિક ગોપીચંદ થોટાકુરા પણ હશે.
મિશન સફળ થતાં જ, 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા પછીના દેશના પ્રથમ નાગરિક અવકાશયાત્રી બનશે ગોપીચંદ, તેઓ હાલ યુએસમાં સ્થાયી છે. અવકાશયાત્રી કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાજા ચારી અને સિરીશા બંદલા ભારતીય મૂળના અમેરિકન નાગરિક હતા. એનએસ-25 સબઓર્બિટલ મિશનની પ્રક્ષેપણ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે આગામી થોડા અઠવાડિયામાં લોન્ચ થવાની સંભાવના છે.
30 વર્ષીય ગોપીચંદ થોટાકુરાનો જન્મ વિજયવાડામાં થયો હતો અને હાલમાં તે એટલાન્ટાની મલ્ટિ મિલિયન ડોલર વેલનેસ સેન્ટર પ્રિઝર્વ લાઇફના સહ-સ્થાપક અને પાઇલટ છે, પરંતુ તેમણે તેમની ભારતીય નાગરિકત જાળવી રાખી છે.
ગોપીચંદે જણાવ્યું હતું કે તેમને આશા છે કે એક ભારતીય નાગરિક તરીકે તેમની અવકાશ યાત્રા ભારતીય બાળકો માટે અવકાશયાત્રી બનવાના વિચારને વધુ સુલભ બનાવશે. મે આઠ વર્ષની ઉંમરે કેએલએમ એરક્રાફ્ટના કોકપિટની મુલાકાત લીધી ત્યારથી તે એરોસ્પેસ પ્રત્યે આકર્ષિત થઈ ગયો હતો. તેઓ એક પાઇલટ પણ છે, જેણે લગભગ એક દાયકા પહેલા ભારતમાં મેડિકલ એર-ઇવેક્યુએશન સર્વિસમાં પાઇલટ તરીકે સેવ આપી હતી. તેમણે કહ્યું કે તેના પરિવારને પણ બ્લુ ઓરિજિનની સત્તાવાર જાહેરાત પછી જ અવકાશમાં જવાની તેમની યોજનાઓ વિશે જાણ્યું છે, તેઓ હાલ નર્વસ છે પણ ઉત્સાહિત પણ છે. તેમની સાથે મેસન એન્જલ, ફ્રેન્ચ સિલ્વેન ચિરોન, અમેરિકન કેનેથ એલ. હેયસ, અને યુએસ એરફોર્સના ભૂતપૂર્વ કેપ્ટન એડ ડ્વાઈટ આ મિશનમાં જોડાશે.
સપ્ટેમ્બર 2022માં એનએસ-23ની નિષ્ફળતા બાદ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ નિષ્ફળતાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ બ્લુ ઓરિજિન પ્રક્ષેપણ અટકાવી દીધા હતા. આ ઉપરાંત તેમ ણે એન્જિનના કેટલાક પાર્ટસને ફરીથી ડિઝાઇન કરવા સહિત 21 સુધારા કરવાનું સૂચન કર્યું છે.
નિષ્ફળતા પછીનું પ્રથમ મિશન એનએસ -24, ડિસેમ્બર 2023 માં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, બ્લુ ઓરિજિને છ અવકાશયાત્રી મિશન ઉડાવ્યા છે, જેમાં 31 માનવોને કર્મન લાઇનની ઉપર લઈ જવામાં આવ્યા છે. તે પૃથ્વી અને અવકાશ વચ્ચેની સીમા છે અને સમુદ્ર સપાટીથી 80 થી 100 કિમીની ઊંચાઈ પર છે. આ 11-મિનિટની ફ્લાઇટમાં, 100 કિમીની કર્મન રેખાને પાર કરવા માટે ધ્વનિની 3 ગણી ઝડપે મુસાફરી થશે, તેઓ ઘણી મિનિટો સુધી આકાશમાં તરતા રહેશે અને પછી પેરાશૂટથી નીચે લાવવામાં આવશે.
ગોપીચંદ થોટાકુરા માટે, આ એક સ્પોન્સર્ડ પ્રોજેક્શન હશે, જો કે સ્પોન્સરની ઓળખ અને તે કરવા માટે બ્લુ ઓરિજિનને ચૂકવવામાં આવેલી રકમ જેવી વિગતો જાહેર કરવામાં આવી નથી. બ્લુ ઓરિજિન છેલ્લા કેટલાક વર્ષોથી અવકાશ પ્રવાસીઓને આકર્ષવા માટે રિચાર્ડ બ્રેન્સનની વર્જિન ગેલેક્ટિક સાથે સ્પર્ધા કરી રહી છે. આ એક એવો વ્યવસાય છે જે 2030 સુધીમાં 3 બિલિયન ડોલરથી વધુ મૂલ્યવાન થવાની ધારણા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech